Mysamachar.in-જામનગર
જામનગર શહેરની સનરાઈઝ સ્કુલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં ઇવા તથા રઘુવીર પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 થી 44 વર્ષના યુવાઓ તથા વિસ્તારના વડીલોએ રસી લઈ રસીકરણ અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના પ્રતિરોધક રસી લઇ સુરક્ષિત બને તે માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી તેમજ જનહિતમાં યોજવામાં આવેલ રસીકરણના આવા સુંદર આયોજન બદલ સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતા. આ કેમ્પમાં ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પેઢડીયા, સુરેશભાઈ ફળદુ, વલ્લભભાઈ મુંગરા, અજયભાઈ અજુડીયા, ચંદુભાઈ સભાયા, હરીશભાઈ રાબડીયા સહિતના હોદ્દેદારો, સામાજીક આગેવાનો તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.