Mysamachar.in-બનાસકાંઠા
અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે.
આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે.
અંબાજીમાં એ.આઈ. (Artificial Intelligence) યુક્ત ફેસ રીકોગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવે છે. બનાસકાંઠા પોલીસે ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલ ઈસમોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. તથા ભાગેડુ, ગુનેગારોનો ડેટા ફોટા સહિત સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવેલો છે. જ્યારે આ કેમેરામાં આવા ઈસમો દેખાશે ત્યારે એલર્ટ મેસેજ પોલીસ વિભાગને તેમજ સુરક્ષા એજન્સીઓને પ્રાપ્ત થશે. જેથી તાત્કાલીક આવા ઈસમો પર કાયદાકીય પગલાં લઈ શકાશે.
બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડિયો તેમજ વીડિયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડિયો-વીડિયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે. તેમજ તેને ક્યારેય પણ ડીલિટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે.