Mysamachar.in-જામનગર:
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘણાં સમય અગાઉ એક શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયેલો. બાદમાં, તેણે ઉંમર અંગે ખોટાં પુરાવાઓ રજૂ કર્યા એવો પણ કેસ થયેલો, આ કેસમાં તે નિર્દોષ છૂટી ગયો.
જામનગરના સાજિદ નામના શખ્સ વિરુદ્ધ NDPS નો ગુનો દાખલ થયેલો. બાદમાં તેના વિરુદ્ધ એવો પણ કેસ થયો કે, તેણે પોતે સગીર છે એવા બોગસ પુરાવાઓ પોતાના પિતા મારફતે રજૂ કર્યા. જેતે સમયે એવું જાહેર થયેલું કે, તપાસનીશ અધિકારી એવી વિગત લાવ્યા કે, તેના વતન ઉત્તરપ્રદેશમાં પણ તપાસ કરવામાં આવી. અને, આ શખ્સ દ્વારા ઉંમર અંગે ખોટાં પુરાવાઓ રજૂ થયા છે.
આ બનાવટી પુરાવાઓ અંગે કેસ ચાલ્યો તે દરમ્યાન અદાલતમાં રેકર્ડ પર એવા કોઈ પુરાવાઓ તપાસનીશ એજન્સી દ્વારા રજૂ થઈ શક્યા નહીં. આથી આ કેસમાં આ આરોપીની મુક્તિ થઈ ગઈ છે. આ કેસમાં હાલના આરોપી તરફે વકીલ તરીકે રાજેશ ડી. ગોસાઈ હાજર રહ્યા હતાં.





















































