Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લોકોને “વાયુ” વાવઝોડા પર સતત નજર રહી છે,ત્યારે આજે સવારે ગુજરાત હવામાન વિભાગના એડી,ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયા સાથેની વાતચીતમાં “વાયુ” વાવાઝોડાને લઈને અમુક બાબતો સ્પષ્ટ કરી છે કે,“વાયુ” વાવાઝોડું ગુજરાતની અંદરના ભાગે નહિ આવે પરંતુ દરિયાની અંદર રહેશે,સૌરાષ્ટ્ને દરિયાકાંઠાના વિસ્તારોને અડીને જશે,
ત્યારે ૧૩૦ થી ૧૪૫ ની સ્પીડ રહેશે,વધુમાં તેવોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે કોઈ પ્રકારનો ખતરો ટળ્યો હોય તેવું હજુ લાગતું નથી,હવાની સ્પીડ વધુ રહેશે,અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પણ રહેશે.અને તેના માટે થઇ ને જ પોર્ટ પર પણ જરૂરી સિગ્નલો આપી દેવામાં આવ્યા છે,અને આ તમામ ચેતવણીઓ ૧૫ જુન સુધી રહેશે તેમ પણ તેવોએ જણાવ્યું છે.