Mysamachar.in-જામનગર:
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનૉલોજી વિભાગ દ્વારા સંચાલિત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સ્પર્ધાના આ ૨૬માં વર્ષે જામનગરની શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં ધોરણ-૬માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઑ ઋષિલ એ. મહેતા અને નીલ પી.જોશીએ ઉપરોક્ત સ્પર્ધામાં “પ્લાસ્ટિકના કચરાથી થતુ નુકશાન અને તેને અટકાવવા માટેના સૂચિત ઉપાયો” ઉપર જિલ્લા સ્તરે પ્રોજેકટ રજૂ કરેલ અને કુલ ૧૨૫ પ્રોજેક્ટસમાંથી ટોચના ૧૦ પ્રોજેક્ટ્સમાં સ્થાન મેળવ્યું હતું.
બંને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉપરોક્ત પ્રોજેકટ રાજ્યક્ક્ષાએ પસંદગી પામેલ અને સમગ્ર રાજ્યના કુલ ૩૩૦ પ્રોજેકટમાંથી ટોચના ૨૬ પ્રોજેક્ટ્સમાં સ્થાન મેળવી નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
રાજ્યકક્ષાએ સ્થાન મેળવ્યા બાદ બંને વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર તરફથી રાજયનું પ્રતિનિધિત્વ કરી રાજ્યકક્ષાએ પોતાનો પ્રોજેકટ રજૂ કરવા તા.૨૭ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન ભુવનેશ્વર,ઓરિસ્સા ખાતે ગયેલ,જ્યાં દેશભરના આશરે ૫૫૦ થી ૬૦૦ જેટલા પ્રોજેકટસ રજૂ થયેલ.
ભુવનેશ્વર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં સૌથી નાની વયના વિજ્ઞાન પ્રોજેકટ રજૂ કરનાર વિદ્યાર્થીઓ તરીકે બહુમાન મેળવી અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય,જામનગર જિલ્લા અને શ્રી સત્ય સાઈ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.