Mysamachar.in-જામનગર:
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે દેહદાન માટે આવેલા મૃતદેહોને સ્વીકાર કરવામાં આવે છે અને પ્રત્યેક દાનમાં મળેલા મૃતદેહોને અલગ અલગ પેટીમાં રાખવામાં આવે છે. જેના સ્ટોરેજ માટેની અત્યાધુનિક ટેક્નોલોજી સાથેની વ્યવસ્થા છે અને વર્ષો સુધી પણ મૃતદેહને સાચવી શકાય છે. જે પૈકી વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજને જામનગર શહેર, લાલપુર, ભાણવડ, ખંભાળિયા, જુનાગઢ, પોરબંદર, જામરાવલ, રાજકોટ, વેરાડ-માંડવી, કચ્છ ભુજ, માધાપર વગેરે શહેરોમાં જે જુદા-જુદા ૨૪ મૃતદેહો દેહદાનમાં મળ્યા હતા.
મૃતદેહ પર જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કર્યા પછી તમામ ૨૪ દેહની અંતિમવિધિ કરવામાં આવી હતી. જામનગરની આર્યસમાજ સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, ખજાનચી દિપકભાઈ નાંઢા, સ્મશાન વ્યવસ્થા સમિતિના માનદમંત્રી દર્શન ઠક્કર, ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ તેમજ અન્ય સંસ્થા હોદેદારો, કાર્યકરો વગેરેને સાથે રાખીને જી.જી.હોસ્પિટલના ડીન ડો. નંદિની દેસાઈ ઉપરાંત એનોટોમી વિભાગના તમામ તબીબે અને સ્ટાફ વગેરેએ હાજર રહી સવારે ૮.૩૦ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી અને સામૂહિક રીતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.