Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ટાટા કેમિકલ્સ દ્વારા પ્રાયોજિત હાફ મેરેથોન (૨૧.૦૯૭૫ કિલોમીટર) ૩૦મી ડિસેમ્બરના રોજ મીઠાપુરમાં યોજાઇ હતી,ઇનો ઉદ્દેશ સૌરાષ્ટ્ર વિસ્તારમાં શારીરિક ફિટનેસ અને રમત-ગમતને પ્રોત્સાહન આપવાનો હતો.આ કાર્યક્રમનું આયોજન મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સના ભુતપૂર્વ પ્લાન્ટ હેડ સ્વ. આર. પ્રભાકરની યાદમાં થયું હતું.આ મેરેથોનમાં જામનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, મીઠાપુર વગેરે જેવા જુદા-જુદા શહેરોમાંથી ૩૦૦ પુરુષો સામેલ થયા હતા,
આ હાફ મેરેથોન પુર્ણ કરનાર પ્રથમ ૭૫ રનર્સને ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.ભુતપૂર્વ પ્લાન્ટ હેડ સ્વ. આર. પ્રભાકરની યાદમાં વર્ષ ૧૯૯૫થી આ હાફ મેરેથોનનું આયોજન દર વર્ષે થાય છે. સ્વ.પ્રભાકર ટાટા કેમિકલ્સ સાથે ૨૫ વર્ષ સુધી જોડાયેલા હતા તથા રમતગમતના શોખીન અને ફિટનેસ જાળવવાના આગ્રહી હતા.એમની યાદને જાળવવા અને રમતગમત પ્રત્યેનો શોખ વિકસાવવા આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે,
ટાટા કેમિકલ્સ લિમિટેડ,મીઠાપુરના ઉત્પાદન વિભાગના વાઇસ પ્રેસિડન્ટ એન. કામથે મેરેથોન ડેની સફળતા પર કહ્યું હતું કે,”આ હાફ મેરેથોનથી સૌરાષ્ટ્રમાં ફિટનેસની જીવનશૈલી અપનાવવા સેંકડો લોકોને પ્રેરણા મળી છે.છેલ્લા બે દાયકાથી ટાટા કેમિકલ્સ આ ઇવેન્ટનું આયોજન કરે છે અને આજે તમે જે મેરેથોનના સાક્ષી બન્યા છો એ સહભાગીઑ અને આયોજકોની ટીમની મહેનતનું પરિણામ છે.હું આ યાદગાર ઇવેન્ટ માટે આગળ આવનાર દરેકનો આભાર માનું છું અને એમને શુભેચ્છા આપું છું.”
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.