Mysamachar.in-અમદાવાદ:
આ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા મન મુકીને ગુજરાતના દરેક વિસ્તારો પર વરસી રહ્યા છે અને મોટાભાગના જળાશયો પાણીથી તરબોળ થઇ ચુક્યા છે, ત્યારે આ સિઝનમાં ગુજરાતમાં 85%વરસાદ વરસી ચુક્યો છે. જો કે આજે હવામાન વિભાગે આવનાર 5 દિવસ હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે, આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ખાસ જામતો જોવા મળશે નહિ, આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે.
હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો.રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ 24 કલાક ભારે છે. હવામાન વિભાગના ડો.અભિમન્યુ ચૌહાણે વરસાદને લઈને આગાહી કરી છે. તેમના અનુસાર, આગામી 5 દિવસમાં 24 કલાક દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની આગાહી હાલ નથી. પરંતું 24 કલાક બાદ છુટોછવાયો વરસાદ રહેશે. તેમણે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતું મોન્સૂન સિસ્ટમના કારણે વરસાદી માહોલ રહેશે.