Mysamachar.in-જામનગર:
ભારતના MSME એકમોને પ્રોત્સાહિત અને તેમના વિકાસને આગળ વધારવાના હેતુથી ભારતના ખ્યાતનામ ઓગૉનાઇઝેશન સ્કોચ ગ્રૂપ દ્વારા દેશની અલગ-અલગ પાંચ લાખથી વધુ કંપનીઓનું લિસ્ટિંગ કરી MSMEના સર્વે અલગ-અલગ એંગલથી કરવામાં આવેલા હતા,
આ ૨૦૦ કંપનીમાં ગુજરાતીની ત્રણ કંપનીઓને સમાવેશ કરવામાં આવેલો છે, જેમાંથી એક કંપની જામનગરની શિવઑમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ હતી, બ્રાસ પ્રોડકશનની અને પ્રોડક્ટનું ઉત્પાદન કરતી આ કંપનીના કવોલિટી રેટિંગ, કસ્ટમર રિલેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી, એમ્પ્લોયમેન્ટ, ફેસિલિટી, એન્વાયરમેન્ટ ઉપરાંત અનેકવિધ માપદંડોથી કંપનીનો સર્વે સ્કોચ ગ્રુપના સર્વેયરો દ્વારા કરવામાં આવેલ હતો.
આ સર્વે બાદ સ્કોચ ગ્રુપ દ્વારા દિલ્હી ખાતે એક વિશાળ MSME સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, આ સેમિનાર દરમિયાન ૨૦૦ કંપનીના સર્વેના આંકડાઓ જાહેર કરી કંપનીને સ્કોચ ઓર્ડર ઓફ મેરીટથી સન્માનિત કરવામાં આવેલ જેમાં જામનગરમાં જાણીતા ઉદ્યોગપતિ અને શિવઑમ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના CEO અને ચેરમેન સ્નેહલભાઈ ગોહેલને સ્કોચ ગ્રુપના ચેરમેન સમીર કોચરના હસ્તે બ્રાન્ચ રેંકિંગથી સન્માનિત કરવામાં આવેલ.