Mysamachar.in-ગાંધીનગર;
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં SIR અંતર્ગત જે કામગીરીઓ ધમધોકાર ચાલી રહી છે તે દર્શાવે છે કે, આ કામગીરીઓ સંપન્ન થઈ જશે અને જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થશે ત્યારે ઘણી બાબતો અને ઘણાં આંકડાઓ ચોંકાવનારા સાબિત થઈ શકે છે. ગાંધીનગરથી જાહેર થયેલી વિગતો દર્શાવે છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં SIRની કામગીરીઓ 68.58 ટકા પૂર્ણ થઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મતદાર યાદી અને કામગીરીઓ સંબંધે રાજ્યભરમાં વિવાદો-અસંતોષ અને ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. 4 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જાહેર થશે પછીના 7 ફેબ્રુઆરી સુધીના દિવસો ખૂબ જ નોંધનીય સાબિત થશે, એમ સૂત્ર કહે છે. કારણ કે, નામ કમી અને નામ ઉમેરો કરવાની પ્રોસેસ ખૂબ હડબડીથી ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
જામનગર અને દ્વારકા સહિતના 33 જિલ્લાઓમાં 10,47,473 મતદારો અત્યાર સુધીમાં મૃત્યુ પામી ચૂક્યા છે. 10,95,672 મતદારો કાયમી રીતે સ્થળાંતરિત થઈ ગયા છે. 1,42,521 મતદારો આ ચૂંટણી કર્મચારીઓને મળતાં નથી. 1,39,492 મતદારોના નામો મતદાર યાદીમાં બે બે વખત છપાયેલા છે. 91,67,331 મતદારો અંગે કોઈ જ મેપિંગ કરવામાં આવ્યું નથી (?!). આ આંકડાઓ આગામી કોર્પોરેશન અને પંચાયત ચૂંટણીઓના પરિણામો પર કેવી અસરો જન્માવશે ? સર્વત્ર પૂછાતો પ્રશ્ન આ પણ છે.
આગામી 29 તથા 30મી એ મેપિંગ માટે ખાસ કેમ્પ યોજાશે. આ કેમ્પ તાલુકામથકો પર યોજાશે. અધિકારીઓ મતદારોને માર્ગદર્શન અને મદદ આપશે. જામનગર જિલ્લાના 19,914 મતદારોના નામ યાદીમાં છે. દ્વારકા જિલ્લામાં આ આંકડો 14,504 છે. રાજયમાં કુલ મતદારોની સંખ્યા 5,08,43,436 છે. જે પૈકી 5,07,17,803 મતદારોને ફોર્મ વિતરણ થયું. 3,48,68,869 ફોર્મ પરત જમા થયા છે.(સિમ્બોલિક ઈમેજ)





