Mysamachar.in-અમદાવાદ:
હાલમાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ખુબ મોટાપ્રમાણમાં ચાલી રહ્યો છે, ત્યાં સુધી લોકોની આળસ એટલી હદે વધી ગઈ છે કે ખાવાનું પણ ઓનલાઈન લગભગ એકેય વ્યવસાય ઓનલાઈન સર્વિસમાં બાકી નહિ હોય મેટ્રોસિટીમાં તો ઓનલાઈન એસ્કોર્ટ સુવિધાઓ મારફત રૂપલલનાઓ પણ પૂરી પાડવામાં આવે છે, ત્યારે ઓનલાઈન એપ્લિકેશન મારફત સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી એક ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય લૂંટ કરતી ટોળકીનાં પાંચ સાગરીતોને દિલ્હીથી ઝડપી પાડી અને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, ઝડપાયેલા આરોપીઓ અજય શર્મા, રાજ શર્મા, વિજય શર્મા, મુકુલ શર્મા અને જોની સોની લોકોને લાલચ આપીને ઠગવાનું કામ કરતા હતા. તે માટે પોતાની અલગ જ એમ.ઓ વાપરી ઓનલાઈન વેબસાઇટમાં સમલૈંગિક સબંધ ધરાવતા ઇચ્છતા લોકોના ઘરે જઈ અને બાદમાં તેની સાથે લુંટની ઘટનાઓને પણ અંજામ આપતા હતા,
જે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા છે તે પોતે હોમો સેક્સ્યુઅલ પ્રવૃત્તિમાં હોવાનું કહી ઈચ્છુક લોકોનો સંપર્ક કરી તેના ઘરે જતા અને બાદમાં મારામારી કરી ઘરમાં પૈસા સહિત તમામ ચીજવસ્તુઓ પડાવી ફરાર થઈ જતા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમ્યાન આરોપીઓએ અત્યાર સુધી અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોવાના એક બાદ એક કિસ્સાઓ ખુલી રહ્યા છે, આરોપીઓએ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોની અંદર પ્રમાણે લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. આંખ ઉઘાડતા આ કિસ્સાની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.