Mysamachar.in-ગાંધીનગર:
હવાનું પ્રદૂષણ જામનગર-અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગંભીર બાબત છે. આ ક્ષેત્રમાં મિશ્ર પ્રકારની સ્થિતિઓ જોવા મળી રહી છે. એક તરફ દાવો અને બીજી તરફ અન્ય કેટલાંક સરકારી વિભાગો માફક, આ વિષયમાં પણ અમલમાં લાલિયાવાડી હોવાની સ્થિતિઓ છે.
ગુજરાત સરકારનો દાવો છે કે, સરકારના પ્રયાસોથી રાજ્યના શહેરોમાં હવાની ગુણવત્તા સુધરી છે. બીજી તરફ રેકર્ડ પરની હકીકત એ પણ છે કે, હવાની ક્વોલિટી સુધારવા સરકારે રૂ. 957 કરોડનો ખર્ચ કરી નાંખ્યા બાદ પણ રાજ્યમાં લોકોને શ્વસનતંત્ર સંબંધિત રોગો વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે. જેમાં હવાનું પ્રદૂષણ પણ મહત્ત્વની બાબત છે.
સચિવાલય સૂત્રો એમ પણ કહે છે કે, રાજ્યમાં હવાની ગુણવત્તા સુધારવા સંબંધિત જે નાણાંકીય બાબતો છે એમાં જાણવા મળે છે કે, આ વિભાગમાં રૂ. 325 કરોડ વણવપરાયેલા પડ્યા રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સરકારે તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાને હવા ચોખ્ખી કરવા રૂ. 20 કરોડની ગ્રાન્ટ આપી. અને જામનગર મહાનગરપાલિકાએ આ કામગીરીઓ માટે એક્શન પ્લાન જાહેર કર્યો. કેન્દ્ર સરકારે 2019માં કહેલું કે, દેશમાં 2026 સુધીમાં હવાની ક્વોલિટી સુધારવા પર ભાર મૂકવાનો છે.(symbolic image)





