Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં રોગચાળો ભરડો લઇ રહ્યો છે, કયાંક ડેન્ગ્યું તો કયાંક કોંગો ફીવર અને વાઈરલ ફીવરના ઢગલો કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં રોગચાળાનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું હોય ત્યારે જેલના કેદીનું ડેન્ગ્યું થી મોત થયાનું સામે આવ્યું છે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં રખાયેલા મુળ મુંબઇના અને પોરબંદરમાં દોઢ વર્ષ પહેલા કરોડોનાં ડ્રગ્સનાં ગુનામાં ઝડપાયેલા એક કેદીનું ડેંગ્યુથી મોત નિપજ્યું છે. આ કેદીને જેલમાંથી ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલનાં પ્રિઝનર વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે કેદી નું મોત થયું છે બે વર્ષ પૂર્વે પોરબંદરનાં દરિયા કાંઠેથી કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સની સપ્લાય કરવામાં મુંબઇના ૪૪ વર્ષીય ઇરફાન મહમદભાઇ શેખનું નામ ખુલતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને પોરબંદરની જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો. ત્યાંથી કેટલાક સમય પહેલા રાજકોટની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે ઇરફાન શેખનું મોત નિપજ્યું હતું.