Mysamachar.in-દિલ્હી:
આજે વિશ્વ યોગ દિવસ છે,ત્યારે સામાન્ય લોકોથી માંડીને મહાનુભાવો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાય છે,ત્યારે શાંતિ અને સૌહાર્દની ઉદાત ભાવના સાથે આજે લોકસભા સેક્રેટરીએટ ખાતે પાર્લામેન્ટ સંકુલમા સંસદસભ્યો મહાનુભાવો સૌ ઉત્સાહથી યોગાભ્યાસમા જોડાયેલા તેમા જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે પણ ભાગ લીધો હતો,આ તકે સાંસદ પૂનમબેને જણાવ્યુ હતુ કે યોગને આદત બનાવીને,
પ્રકૃતિની અને અધ્યાત્મની આ અદભુત દેન સમી વિદ્યાને આંતરરાષ્ટીય યોગ દિવસે વધાવીને તેને શારીરિક તેમજ માનસિક સ્વરૂપે અપનાવીને શરીર સાથે સુલભ સંવાદસેતુ રચવાની આજ પ્રતિજ્ઞા લઈએ.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય યોગની વૈજ્ઞાનિકતા અને માનવકલ્યાણ કરવાની તેમાં છૂપાયેલી શક્તિ અને ક્ષમતાને વિશ્વ ફલક પર માન્યતા પ્રાપ્ત કરાવી છે. આવા ગૌરવપૂર્ણ વારસાને સાંગોપાંગ જીવનમાં ઉતારી યોગમય બનીએ.