Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જ્યારથી જામનગર જીલ્લાના સાંસદ તરીકે પૂનમબેન માડમ ચૂંટાયા છે, અને તેવોની આ બીજી ટર્મ ચાલી રહી છે. ત્યારથી રેલ્વે, વિમાની અને પોસ્ટ સહિતની લોકોને સ્પર્શતી તમામ અડચણો અને જુના પ્રશ્નોનું નિરાકરણ કરી લોકોને સુવિધાઓ મળે તેના માટે તેવો સતત પ્રયત્નશીલ રહ્યા છે, અને પૂનમબેનને રેલ્વેના ક્ષેત્રે જામનગર સંસદીયમતક્ષેત્રમા નવી સુવિધાઓ અપાવવામાં ખુબ મોટી સફળતાઓ મળી છે, તે પછી નવી ટ્રેનો શરૂ કરવાની વાત હોય, વિવિધ સ્ટોપેજની વાત હોય કે પછી રેલ્વે સ્ટેશનો પર સુવિધાઓની વાત હોય સાંસદ પૂનમબેનના પ્રયાસોથી યાત્રીઓ જામનગરમા સતત સુવિધાઓ વધી રહ્યાનો અનુભવ કરી રહ્યા છે,
ત્યારે રેલવેના રાજકોટ મંડળના ખંભાળિયા સ્ટેશન ખાતે આયોજીત સમારંભમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ખાતે નવસ્થાપિત પ્રવાસી લિફ્ટ તથા ખંભાળિયા, જાલિયાદેવાણી, મોડપૂર, અલિયાબાડા તથા જામવંથલી સ્ટેશનો ખાતે દિવ્યાંગજનો માટે નવનિર્મિત શૌચાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું. લિફ્ટ ની ક્ષમતા એક વારમાં વીસ મુસાફરોને લઈ જવાની છે. સાંસદ દ્વારા અલિયાબાડા, ભોપલકા, દ્વારકા, ગોરીંજા, જાલિયાદેવાણી, કાનાલૂસ, ખંભાળિયા, લખાબાવળ, મીઠાપુર, મોડપુર, ઓખા, ઓખામઢી, ભાતેલ, તથા પીપલી સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઈ સેવાઓનું પણ શુભારંભ કરવામાં આવ્યું. આ અવસરે તેમની સાથે મંડળ રેલ પ્રબંધક પરમેશ્વર ફૂંકવાલ, વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક રવીન્દ્ર શ્રીવાસ્તવ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારી તથા અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.