Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ધો.૧૦માં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે IQ જામનગર દ્વારા “Helping Hands” નું એક ઉપયોગી આયોજન થઈ રહ્યું છે.આ માટે દરેક વિદ્યાર્થીઑએ નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર પોતાનું નામ રજીસ્ટર કરાવવું ફરજિયાત છે,
આ કાર્યક્રમનો વિચાર શિક્ષણવિદો તથા માનોચિકિત્સકો સાથેના સઘન વિચાર-વિમર્શબાદ IQ Team દ્વારા શ્રેષ્ઠ તજજ્ઞોનો સંપર્ક સાધીને નક્કી કરવામાં આવેલ છે.કાર્યક્રમના એજન્ડાની વિગત આપતા IQ Teamએ જણાવેલ છે કે ધો.૧૦ માં કઈ રીતે વધુ ગુણ મેળવી શકાય તેની માહિતી તો બધા જ શિક્ષકો પાસે હોય છે અને અવાર નવાર આવા કાર્યક્રમો દ્વારા લોક ઉપયોગી માહિતીઓ હંમેશા પહોંચાડવામાં આવે છે.જે લાભપ્રદ તો હોય જ છે.પણ ખરેખર ધો.૧૦ ના બાળકોને શું તકલીફ આવે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કેમ લાવી શકાય છે તે અગત્યનું છે,
ધો.૧૦ ના વિદ્યાર્થીઑ માટે કોઈ પ્રિસ્ક્રાઈબ ફોરમેટમાં તૈયારી કરાવવી સહેલી છે.પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ઈન્ડીવીઝીયુલ વિદ્યાર્થીઓના દરેક વિષયને લગતા પ્રોબ્લેમ અને પ્રશ્નોનું નિરાકરણ જે તે વિષયના તજજ્ઞ દ્વારા મેળવવું જરૂરી છે.આખા વર્ષ દરમ્યાન બાળકો સ્કૂલ અને ટ્યુશનમાં સઘન અભ્યાસ તો કરતાં જ હોય છે.પછી ફરી આવા કાર્યક્રમો દ્વારા સતત અભ્યાસ જ કરાવવો હિતાવહ નથી,પણ ખરેખર તેમના પ્રોબ્લેમ્સનું નિરાકરણ લાવવું એ જ આ કાર્યક્રમનો હેતુ છે,જે આપના બાળક માટે સાચા અર્થમાં “Helping Hands” બની રહેશે.
આ માટે હેલ્પલાઇન નં.૯૦૩૩૮૬૪૫૪૬ પર બપોરના ૩:૩૦ થી ૬:૩૦ દરમિયાન ફોન કરી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.આ સિવાયના સમય દરમ્યાન આ જ નંબર પર વિદ્યાર્થીનું નામ અને સ્કૂલનું નામ લખી WhatsApp અથવા SMS કરી નોંધાવી શકાય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.