Mysamachar.in-જામનગર:
રેનોલ્ટ ભારતની નંબર વન યુરોપિયન કારની કંપની દ્વારા જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોના ગ્રાહકોની સુવિધામાં વધારો કરવા ધીર ઓટોમોબાઇલ પ્રા.લી.ના નામે રેનોલ્ટની કારનું સેલ્સ એન્ડ સર્વિસ માટે શો-રૂમનું ઉદ્ઘાટન કરાયું.આ ઉદ્ઘાટન પ્રસંગે CEO અને મેનેજીંગ ડાયરેક્ટર રેનોલ્ટ ઈન્ડિયા લી.ના વેન્કટ્રમ મામીલાપલ્લે જણાવેલ હતું કે રેનોલ્ટ કાર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ઓટોમોબાઇલ કંપનીની બ્રાન્ડ છે,અને વધુ લોકોનો વિશ્વાસ જીતી અને ગ્રાહકને સંતોષ અમારી સર્વિસનો પૂરેપૂરો લાભ અમે આપી શકીએ.
તે માટે અમે કટિબંધ છીએ.લોકોની કાર ખરીદવામાં પ્રથમ પસંદગી રેનોલ્ટ કારની થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ.અને આજના હરીફાઈ,આધુનિકતાના યુગમાં ગ્રાહકોને કારમાં વધુ ફેસેલીટી આપી શકીએ.જામનગર શહેરમાં ધીર રેનોલ્ટનો શો-રૂમ સહકારી ઉદ્યોગનગર લી.હાપા,મેલડી માતાના મંદિર પાસે,૯૦૦૦ ચો.ફૂટની વિશાળ જગ્યામાં શુભારંભ થયો છે,
રેનોલ્ટ કારને આધુનિક અને વધુ અસરકારક રીતે તૈયાર કરવા માટે ભારત અને ફ્રાન્સના સંયુક્ત ઉપક્રમે તેની ડિઝાઇન તૈયાર કરી અને દેશ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ છે,રેનો ટ્રિબરની આકર્ષક ડિઝાઇન,આકર્ષક ડેક્સ્બોર્ડ, આરામદાયક ડ્રાઇવિંગ,આરામદાયક મુસાફરી માટે ૭ વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા,એરબેગ તેમજ વધુ મજબૂતાઈ, વધુ માઇલેજ અને ઓછા વેરેન્ટેજથી જ ઓળખાશે.
રેનોલ્ટ ઈન્ડિયા પ્રા.લિ. રેનોલ્ટ S.A.S ની સંપૂર્ણ માલીકીની પેટા કંપની છે,ફ્રાન્સ રેનોલ્ટ ભારતમાં તેનું ૪,૮૦,૦૦૦ એકમો ક્ષમતા સાથેનું ઉત્પાદન ચેન્નાઈસ્થિત ઉત્પાદન કરવામાં આવે છે,અને હાલમાં રેનોલ્ટ ભારત દેશમાં ૩૫૦ થી પણ વધુ વેચાણ અને દેશમાં ૨૫૦ થી વધુ સર્વિસ સેન્ટરો ધરાવે છે,એક કરતાં વધુ રેનોલ્ટ દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્રે ૬૦ કરતાં વધુ ટાઇટલ જીત્યા છે,અને રેનોલ્ટ KWID ૧૦ ને ૩૨ કાર ઓફ ધ યર એવોર્ડ્સ મળ્યા છે,રેનોલ્ટ ભારતભરમાં એક વર્ષમાં સૌથી વધુ વેચાણ કરતાં બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે.