• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 8, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

નયારાના ત્રાસ સામે લાચાર ગ્રામજનોનુ વધુ એક આવેદન

My Samachar by My Samachar
August 20, 2019
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
નયારાના ત્રાસ સામે લાચાર ગ્રામજનોનુ વધુ એક આવેદન
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામા કાર્યરત એસ્સાર જે હવે નયારાના પ્રદુષણના ત્રાસથી આજુબાજુના ગ્રામજનો લાચાર થઇ ગયા છે, અને વારંવાર લેખીત અને  મૌખીક રજુઆતો કરે છે પરંતુ પ્રદુષણ બોર્ડ સહિત લગત વિભાગો કંપનીની લાજ કાઢે છે બીજી તરફ પ્રદુષણ અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમા ફોજદારી દાખલ કરી છે, તેમા પણ કંઇ સઘન તપાસ કરી જવાબદારો સામે કંઇ પગલા લીધા નથી, ત્યારે ગ્રામજનોની તકલીફ દૂર થતી નથી માટે ગ્રામજનોને વધુ એક વખત હિંમત કરી વધુ એક આવેદન આપ્યુ છે, એ આશાએ કે તંત્ર કંઇક પગલા લઇ ગ્રામજનોને કંઇક રાહત અપાવશે

આવેદનપત્રમા જણાવ્યા મુજબ અને કરવામાં આવેલા આક્ષેપો મુજબ ગ્રામજનો માટે નક્કી થયા મુજબ વેલફેર ફંડ વાપર્યુ નથી આ ફંડ ફરજીયાત ગ્રામજનો માટે ઉપયોગમા લેવાનુ હતુ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફીની ગાઇડ લાઇન મુજબ પાલન કરાવવા માંગણી છે, સલાયાના દરિયામા હાઇડ્રોકાર્બન ઘટવાના રિપોર્ટ લોકોના આંખે પાટા બાંધવા સમાન છે,આ વિસ્તારમાં હવા પાણી અને કચરાના પ્રદૂષણને લીધે સમગ્ર વાડીનાર અને આજુબાજુના ગામડાઓમાં લોકોની હાલત ખરાબ છે,લોકોની આજીવિકાનો પણ પ્રશ્ર્ન છે,ઉપરથી કંપની તેની ઉત્પાદન ક્ષમતા ડબલ કરી રહી છે જેથી મુશ્કેલી ડબલ થશે,  જેથી લોકોના ફેફસામા ડબલ પ્રમાણમા ઝેરી વાયુ જશે જે જોખમી બનશે,કંપનીંમાથી નીકળતી કાળી મેષ ઝાંખર સહિતના  ગામ પર પથરાઈ જાય છે અને લોકોને તકલીફ થાય છે, ચોમાસામાં વરસાદ સાથે પ્રદુષીત પાણી  દરિયામા જઈ દરિયાઈ જીવોને મારી નાખે છે, અને કોરલ મેંગરુવ માછલીઓ વગેરેને ભારે નુક્શાન કરે છે. કોલસાનુ‘ પ્રદૂષણ બેહદ રીતે જામનગર મરીન નેશનલ પાર્ફને નુક્શાન કરે છે,પ્રદુષણ અને કાળી મેસ ગુગલ મેપ પર પણ જોઇ શકાય છે, તેમજ પ્રદુષણ સહિત ઝેરી ગેસ કંપનીની બહાર ન આવે તેવી વ્યવસ્થા થાય નહી ત્યા સુધી વિસ્તરણની મંજુરી આપવામા ન આવે તેવી માંગણી આ આવેદનમા કરાઇ છે

-ઓનલાઇન મોનીટર નથી

કેન્દ્ર સરકારના વનપર્યાવરણ વિભાગની જોગવાઇઓ મુજબ પ્રદુષણ માપવા  ઓનલાઈન મૌનિટરિંગ સિસ્ટમ ૬ જગ્યાએ લગાવવાની હતી અને એક્ મોબાઇલ મૌનિટરિંગ વાન પણ મૂકવાની હતી પરંતુ આવી મોટી કપની કે જે ૨૦૦ લાખ મેટ્રિક ટન જેટલુ ઓઇલ રિકાઇનરી કરવાની ક્ષમતા ધરાવે છે તેને બેદરકારી  દાખવી  હવા પ્રદૂષણની માત્રા માપવાના સાધનો પુરતા  લગાવ્યા જ નથી છતા લગત તંત્રો ફરજ પાડી શકતા નથી

-રેવન્યુ,ફોરેસ્ટ,આરોગ્ય,પ્રદુષણ ,પોલીસ સહિત ડીપા. કંઇક દબાણ મા છે

કંપનીએ ગૌચર દબાવી લીધુ, દરિયો પ્રદુષીત કરી મરીનપાર્ક ને નુકસાનકર્યુ,પ્રદુષણ થી માનવી અને પશુના આરોગ્ય બગાડ્યા,પોલીસ ફરિયાદ કરી,પ્રદુષણ નરી આખે દેખાય છે તે દર્શાવ્યુ છતા લગત દરેક વિભાગો કંપનીથી દબાતા હોય પગલા લેતા અચકાટ અનુભવતા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે, સરકાર પણ આ બાબતે ગંભીરતા દાખવતી નથી વગેરે આક્ષેપ કરતા હોવાનો સાર આવેદનપત્ર ઉપરથી નીકળે છે

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

જામનગર શહેર-જિલ્લાને રૂ.430 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું

June 7, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

June 7, 2025
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરતું દ્વારકા તંત્ર

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®