- Mysamachar.in-જામનગર:
જામનગરના ગૌરવપથનાં કાંઠે વીજતંત્રની કચેરી અને ભીડભંજન મહાદેવ મંદિર વચ્ચે, એક વિશાળ ખાનગી મેદાન આવેલું છે. બાદમાં અચાનક કોર્પોરેશનની સામે રહેલો આ મેળો કોર્પોરેશનની એસ્ટેટ શાખાના ધ્યાન પર આવી ગયો. તપાસ દરમિયાન જાણમાં આવ્યું કે, આ મેળો તો મંજૂરી વગર જ ધમધમતો હતો. આ પ્રકારની ગેરરીતિઓ ન ચલાવી લેવા એસ્ટેટ શાખાએ આ મેળો દૂર કરાવી દીધો.
મનોરંજન મેળાના આ સ્થળ અંગે આજે Mysamachar.in દ્વારા વીજતંત્રના અધિક્ષક ઈજનેર હર્ષિત વ્યાસને વીજજોડાણ મામલે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, અગાઉ આ સ્થળ પર તપાસ કરતાં જાણવા મળેલું કે, મનોરંજન મેળો જનરેટરની મદદથી ચાલતો હતો. એસ્ટેટ શાખાએ આ મનોરંજન મેળો હાલ હટાવ્યો છે, તે સ્થળે વીજજોડાણ મેળવવામાં આવ્યું હતું કે કેમ ? તે બાબતની તપાસ કરાવવામાં આવશે. અહીં રસપ્રદ બાબત એ પણ લેખાવી શકાય કે, એસ્ટેટ શાખાએ આ મનોરંજન મેળો ધારો કે દૂર કરાવ્યો ન હોત તો ? મેળામાં વીજજોડાણ છે કે કેમ, તે બાબતની તપાસ કયારેય થઈ હોત ?!
