Mysamachar.in-બનાસકાંઠા
જો આપના ફોનમાં કોઈ સુમધુર આવાજ સાથે કોઈ મહિલા વાતો કરે અથવા આપની સાથે મેસેજમાં વાત કરવા લાગે તો જરા ચેતજો….એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો જેમાં એક વેપારીએ યુવતી સાથે કરેલ વાતચીતના સ્ક્રીનશોટ વાઈરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે, વાત કઈક એવી છે કે થરાદમાં એક શોરૂમના વેપારીએ યુવતી સાથે કરેલ વાતચીત અને વોટ્સએપથી કરેલ ચેટ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી દોઢ લાખ પડાવ્યા અને બીજા વીસ લાખની માગણી કરતાં વેપારીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,
ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર થરાદ ખાતે આવેલા શોરૂમના માલિક થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે કુંભારડી ગામનો દિલીપ રબારી બ્લેકમેલ કરી વારંવાર ધમકી આપતો અને દોઢ લાખ રૂપિયા પડાવ્યા છતાં બીજા 20 લાખની માગણી કરતો અને જો નહીં આપે તો સોશિયલ મીડિયામાં યુવતી સાથે કરેલી વાતચીતના રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ્સ વાઈરલ કરવાની ધમકી આપતો હતો. શોરૂમના માલિક એવા વેપારીને ફોન ઉપર થોડા દિવસ પહેલાં એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો
અને સામેથી દિલીપ રબારી કુંભારડીથી બોલું છું અને તેને વેપારીને ફોનમાં જણાવ્યું કે તમે જે છોકરી જોડે ફોનમાં વાતચીત કરો છો તેના સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ મારી પાસે છે અને હું સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાનો છું.અને શખ્સે 20 લાખની માણગી કરી હતી. અને અંતે દોઢ લાખ રૂપિયા આપીને પતાવટ કરી હતી. પણ દિલીપે કહ્યું કે વીસ લાખ તો આપવા પડશે. જે બાદ ધમકી અને માંગનીથી કંટાળીને વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.