Mysamachar.in-સુરત
દિનપ્રતિદિન રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની રહી છે, અને પોતે સરકારનો તગડો પગાર મેળવતા હોવા છતાં પણ કટકીમાં મોઢું નાખે છે અને ઝડપાઈ જાય છે, વાત સુરતની કરવામાં આવી રહી છે જ્યાં જીએસટીના સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ 5 હજારની લાંચમાં એસીબીના છટકામાં ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છેઆ અંગે મળતી વિગતો મુજબ એસીબી સ્ટાફે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા રંગેહાથે પકડી પાડ્યા છે,
નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલએ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રીફંડના નાણા મેળવવા પ્રોસેસ કરી હતી. રીંફડના નાણા રીલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે 5 હજારની માંગણી કરી હતી.આથી ટેક્ષ કન્સલ્ટન્ટે એસીબીમાં ફરિયાદ આપી હતી. સુરત એસીબીના સ્ટાફે ગુરુવારે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સુપ્રિટેન્ડન્ટને ઓફિસમાંથી 5 હજારની લાંચમાં પકડી પાડયો હતો. લાંચીયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દેતાની સાથે જ એસીબી ત્રાટકી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.