Mysamachar.in-જામનગર:
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ગાય નું આગવું અને અનેરૂં સ્થાન રહેલું છે આપણે ગાય નેં માતા તરીકે પૂજીએ છીએ ત્યારે આપણું ગૌધન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે જોવાની જવાબદારી અને ફરજ આપણી બની રહે છે, આ વાતને ધ્યાનમાં રાખીને લાલપુર પંથકમાં ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી સુરેશ વસરા દ્વારા “ગૌધન સારવાર કેન્દ્ર” ની શરૂઆત કરી છે.લાલપુર તાલુકામાં બીમાર અને માંદી ગાય માતાને સમયસર અને નિઃશુલ્ક સારવાર આપના ઘર પર જ મળે તે હેતુ થી નિઃશુલ્ક ગૌધન સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે, આપના એક ફોન થી આપના ઘર પર જ મોબાઈલ વાન સાથે ટીમ આપની ગાય માતાની સારવાર માટે હાજર થશે. આ સેવાનો લાભ આપવા માટે હેલ્પલાઇન નંબર 9316809898 છે.