Mysamachar.in-જામનગર:
ACPDC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) અંતર્ગત અને સરકારી પોલીટેકનીક જામનગર દ્વારા ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જીનીયરીંગના વિવિધ અભ્યાસક્રમોના માર્ગદર્શન તેમજ એડમિશન પ્રોસેસ ની જાણકારી માટે તારીખ ૨૬/૦૫/૨૦૧૯ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ જામનગરમાં ટાઉનહોલ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે.આ સેમિનારમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ફ્રીશીપ કાર્ડ,ઇબીસી,ટી.એફ.ડબલ્યુ ,મુખ્યમંત્રી અપ્રેંટીસ યોજનાની જાણકારી આપવામાં આવશે.આ નિશુલ્ક અવેરનેસ પ્રોગ્રામમાં વક્તવ્ય પછી યોજાયેલી પ્રશ્નોતરીમાં વિદ્યાર્થી તથા વાલીઓ ભાગ લઈ શકશે.જેનો લાભ લેવા વિદ્યાર્થી અને વાલીઓને અપીલ કરાઇ છે.
























































