Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી સમયે પોતાના પક્ષની પત્રિકાઓ વિતરણ કરવા માટે ગલી ગલી ફરતા હોય છે, પરંતુ ચૂંટણી પૂરી વાત પૂરી…ત્યારે દેશ સહીત રાજ્ય અને રાજ્ય સહીત આપણું જામનગર શહેર પણ સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બને તે માટે જામનગર મનપા દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, પણ આજે તો ખુદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી પોતાના વિસ્તારમાં સ્વરછ ભારત મિશનના અભિઞમને સાથૅક કરવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા લોકોમાં અને ખાસ તો વેપારીઓમાં જાગૃતતા આવે તે માટે અપીલ કરી હતી.