Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લા એલસીબીને અનડિટેકટ હત્યા અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, એલસીબીના સજુભા જાડેજા અને જેસલસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમી બાતમીના આધારે ખંભાલીયામાં થી નવાજ દેથા નામના શખ્સને ઝડપી પાડી તેની આગવીઢબે પુછપરછમાં હત્યા સહિતના ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે, જેમાં એક વર્ષ પૂર્વે પીરલાખાસર ગામે એક વૃદ્ધની માથામાં બોથડપદાર્થના ઘા ઝીંકી અને હત્યા નીપજાવવા ઉપરાંત દસેક માસ પૂર્વે નવાજે તેના મિત્ર સાથે મળીને કોઠાવાલાપીરની દરગાહમાં ૨૫૦૦૦ની ચોરી, ત્રણેક વર્ષ પૂર્વે ભાણવડના શેઢાખાઈ ગામે કેબલ ચોરી, સહિતની ઘટનાઓને અંજામ આપ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.ઝડપાયેલા શખ્સે વધુ કોઈ ગુન્હાઓને અંજામ આપ્યો છે કેમ તે અંગે પોલીસે રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરી છે.
























































