Mysamachar.in-દેવભૂમિ-દ્વારકા:
સામાન્ય જનમાનસ પર પોલીસની છાપ અમુક ચોક્કસ કારણોને લઈને ખરડાયેલી હોય છે,પણ બધાજ પોલીસકર્મીઓ અને અધિકારીઓ એક જેવા નથી હોતા,અને ફરજ નિષ્ઠ પણ હોય છે,તાજેતરમાં જ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યનું તંત્ર એલર્ટ હતું,તો તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે દેવભૂમિ દ્વારકા પોલીસ પણ એલર્ટ હતી,તેના કેટલાય ઉદાહરણો સામે આવ્યા છે,સાથે જ લોકોને સમજાવીને સ્થળાંતર કરવામાં પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે,
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૨ જૂન થી તા.૧૪ જૂનના દિવસો દરમિયાન ભારે થી અતિભારે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહીને લઈને ૯૦-૧૦૦ કિ.મી કલાકની ઝડપે પવનની ગતી રહેવાની ચેતવણી જાહેર કરાઇ હતી,તે દરમિયાન દેવભૂમિ-દ્વારકા જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક રોહન આનંદ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ની સૂચના મુજબ અલગ-અલગ વિભાગો સાથે સંકલનમા રહી રેવન્યુ વિભાગ,ખાતેના કંટ્રોલરૂમ,તેમજ પોલીસ કંટ્રોલરૂમ પર એક્ટિવ તેમજ અનુભવી પોલીસ સબઇન્સપેકટર કક્ષાના અધિકારીની નિમણૂક કરી રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ ખાતે હાજર રખાવી સતત સંદેશા વ્યવહાર તેમજ વાવાઝોડા અંગેની કામગીરી પર વોચ રખાવેલ,
દેવભૂમિ-દ્વારકાના તમામ અધિકારીના અલગ-અલગ કેમ્પ નક્કિ કરી સુપરવિઝન સાથે પોલીસ કર્મચારી SRD,GRD,HG, ના જરૂરિયાત મુજબ ફિક્સ પોઈન્ટ,પેટ્રોલીંગ સ્કીમ બનાવી દરિયા કિનારા નજીકના ગામના સરપંચ,ઉપસરપંચ,આગેવાનની યાદી નામ,નંબર,સાથે તૈયાર કરી તેમની મુલાકાત લઈ “વાયુ” વાવાઝોડા વિશેષ માહિતી આપી સ્થાનિક રહેવાસીઓને સ્થાળાંતર કરાવેલ તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી ખંભાળિયા તાલુકા વિસ્તારમાથી ૧૬,૪૭૪,દ્વારકા તાલુકા વિસ્તારમાથી ૧૨,૦૯૬,કલ્યાણપુર તાલુકા વિસ્તારમાથી ૬૯૭૨,ભાણવડ તાલુકા વિસ્તારમાથી ૩૧૪૧ આમ કુલ ૩૮,૬૮૩ લોકોનું સ્થાળાંતર કરાવેલ,
તેમજ “વાયુ” વાવાઝોડાની ગંભીરતા જોય SRP ની ૨-કંપની રેસ્ક્યુ સાધન,સામગ્રી સાથેની તાત્કાલિક ઉપરી અધિકારી સાથે પરામસ કરી અત્રેના જિલ્લા ખાતેના નાવદ્ર,રૂપેણ બંદર,ડાલડા બંદર,સલાયા બંદર તેમજ વાડીનાર બંદર ખાતે તેનાત કરાવેલ તેમજ આપત્કાલીનમાં મેડિકલ સારવાર મળી રહે તે માટે મેડિકલ ઓફિસર તેમજ નર્સિંગ સ્ટાફ નામ,નંબર જરૂરી બ્લડના જથ્થા હાજર રખાવી પોલીસ વિભાગ દ્વારા ઉમદા કામગીરી કરીને આફતના સમયે પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.