જામનગર થી અલગ પડેલ દેવભૂમિ દ્વારકા જીલ્લા ની જીલ્લાપંચાયતમાં ગત ચુંટણીમાં કોંગ્રેસ ના ૧૧ જયારે ભાજપના ૯ અને અપક્ષના ૨ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા..જે બાદ ભાજપે બે અપક્ષ સભ્યોનું સમર્થન મેળવી લેતા બને પક્ષના સભ્યોની સંખ્યા એક સરખી થઇ જતા ચીઠી નાખીને પ્રમુખપદે કોણ તે નક્કી કરવામાં આવ્યું હતું..જેમાં કોંગ્રેસ પક્ષ તરફે ચીઠી નીકળતા પ્રમુખ પદે મિતલબેન ગોરીયાને પક્ષ દ્વારા નિયુક્ત કરાયા હતા..પણ પ્રમુખ સહિતના હોદેદારોની ટર્મ આ માસમાં પૂર્ણ થઇ રહી છે..નવા પ્રમુખની અઢી વર્ષ માટે વરણી થાય તે પહેલા જ દેવભૂમિ દ્વારકા જીલ્લાપંચાયતમાં કઈક નવાજૂની થશે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.એક હત્થું શાશન કબજે કરવાના ચોકઠા હાલમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગોઠવાઈ રહ્યા છે..જેમાં બે અપક્ષોનું સમર્થન મેળવવા બને પક્ષો મથામણ કરી રહ્યા છે..
અઢીવર્ષ પૂર્વે જયારે જીલ્લાપંચાયતની ચુંટણી હતી ત્યાર ના જીલ્લાના રાજકીય સમીકરણો અને હાલના સમીકરણો મા મોટો તફાવત આવ્યો છે..ચૂંટાયેલ બે અપક્ષ ના સભ્યો એ જે તે સમયે ભાજપને ટેકો જાહેર કર્યો હતો..પરંતુ આ વખતે બને અપક્ષો ક્યાં પક્ષ ને પ્રમુખપદ ની ચુંટણી વખત સમર્થન જાહેર કરશે તેના પર જીલ્લાપંચાયતમાં કયો પક્ષ શાશનધુરા સંભાળશે તેનો નિર્ણય થશે..
૨૨ સભ્યોમાં બે અપક્ષ તે સમયે પણ મહત્વના અને આ વખતે પણ મહત્વના બનશે
દેવભૂમિદ્વારકા જીલ્લાપંચાયત કુલ ૨૨ સભ્યોની બનેલી છે..જેમાં યોજાયેલ ગત ચુંટણીમા ૧૧ સભ્યો કોંગ્રેસ જયારે ૯ સભ્યો ભાજપ અને ૨ સભ્યો અપક્ષમાં થી ચૂંટાઈ આવ્યા હતા..તે વખતે ભાજપ એ ૨ અપક્ષ નું સમર્થન મેળવતા ચીઠી થી પ્રમુખપદ નક્કી કરાયું હતું..આ બને અપક્ષો આ વખતે ક્યાં પક્ષ ને સમર્થન કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે..
જીલ્લાના એક કોંગી આગેવાન ને ભાજપમાં લાવવા કવાયત તેજ :એક તીર દો નિશાનની વ્યૂહરચના
જીલ્લાપંચાયતમાં ભાજપ સતાનું એકચક્રીય સુકાન કબજે કરવા માટે જીલ્લાના જ એક કોંગી આગેવાન સાથે ભાજપના એક ધારાસભ્ય વાટાઘાટો કરી રહ્યા છે..અને તેને ભાજપમાં લઇ આવી અને જીલ્લાપંચાયત કબજે કર્યા બાદ મહત્વનું પદ જીલ્લાપંચાયતમા આગામી ટર્મમા આપી દેવામાં આવે તેવી ગોઠવણ થઇ રહી હોવાનું હાલ રાજકીયવર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.