Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતમાં લોકોના કામો માટે હંમેશા દોડતા એવા ઉપપ્રમુખ વશરામભાઈ આહીરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના ગુલાબનગર આહીર સમાજ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજમાં પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ આહીર પરિવાર દ્વારા યોજાયેલ રક્તદાનમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય વિક્રમ માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, ધારાસભ્ય પ્રવીણ મુસડીયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીક સહિતના આગેવાનો અને કાર્યકરો નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા જન્મદિવસ નિમિત્તે આયોજીત રક્તદાન કેમ્પમાં લોકોએ ખૂબજ મોટી સંખ્યામાં જોડાઇને રક્તદાન કરવામાં આવ્યું હતું.
























































