Mysamachar.in-જામનગર:
રંગોનો પર્વ..એટલે ધૂળેટી આ દિવસે સૌ કોઈ એકબીજાને રંગે રંગી અને તહેવારને ઉત્સાહથી મનાવે છે, અને એકબીજાના જીવનમાં નવા રંગોની શુભકામનાઓ પાઠવે છે, ત્યારે જામનગર શહેરના અંબાવિજય સોસાયટીમા આવેલ પૂજા એવન્યુ-2 મા વર્ષ દરમિયાન આવતા દરેક નાનામોટા તહેવારોની ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવણી કરવામાં આવે છે, ત્યારે રંગોનો તહેવાર ધૂળેટી કેમ બાકી રહી જાય…ગઈકાલે સવારથી પૂજા એવન્યુ ખાતે ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી ફ્લેટના પરિવારો દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંગીત સાથે અબીલ ગુલાલની છોડો ઉડાડીને નાના બાળકોથી માંડીને મોટેરાઓ પણ મોજથી સંગીત સાથે ઝૂમ્યા બાદ બપોર અને રાત્રિનું ભોજન પણ પરિવારની ભાવના સાથે સૌ એ સાથે લઇને રાત્રીના સૌ છુટા પડ્યા હતા.

























































