Mysamachar.in- જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતના ૩ જુદા-જુદા બનાવો સામે આવ્યા છે, જેમાં બે મહિલા સહીત એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.દ્વારકાના વરવાળાની ગોલાઈ નજીક ફરીદાબેન હનીફભાઈ ચૂસા ચાલીને જઈ રહ્યા હતા,તે દરમ્યાન એક ઓટો રિક્ષાચાલકે ફરીદાબેનને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું,
જ્યારે બીજા બનાવમાં દ્વારકાના ભીમરાણા રેલ્વે ઓવરબ્રિજ નજીક અક્ષય નામનો યુવક પોતાની મોટરસાઈકલ લઈને જઈ રહ્યો હતો,ત્યારે મહારાષ્ટ્ર પાસિંગના ટેન્કર ચાલકે અક્ષયને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું,જ્યારે ત્રીજા બનાવમાં જામનગરના દિગ્જામ સર્કલ નજીક વુલન મિલ ફાટક પાસે પતિ-પત્ની મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા,ત્યારે રિક્ષાચાલકે મોટરસાઈકલને ઠોકર મારતા ઉર્મિલાદેવી નીચે પટકાયા હતા અને તેનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.