Mysamachar.in-બનાસકાઠા:
બનાસકાઠા જીલ્લાના દાંતીવાડામાંથી એવા તસ્કરો ઝડપાયા છે, જેની મોડસ ઓપરેન્ડી જોઇને આપને ગુસ્સો આવી જશે, ઝડપાયેલ ત્રણેય તસ્કરો પગપાળા યાત્રાળુ બની અને માત્ર મંદિરોમાં થી ચોરી કરતા હોવાનું અને અત્યારસુધીમાં 92 મંદિરોને નિશાન બનાવ્યાનું સામે આવ્યું છે.બીએસએફ કોલોની નજીકથી પોલીસે મંદિરોમાં ચોરી કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા ઓરોપીઓની પૂછપરછ કરવામાં આવતા 92 મંદિરોમાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા છે. આરોપીઓ પગપાળા યાત્રાળુઓ બનીને મંદિરમાં જતા હતા અને રાત્રી રોકાણ કરતા હતા. બાદમાં તક મળતા મંદિરમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિતની વસ્તુઓની ચોરી કરીને ફરાર થઇ જતા હતા.
દાંતીવાડા પોલીસ દાંતીવાડાની બીએસએફ કોલોની પાસે ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં જણાઇ આવ્યા હતા. તેમની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન તેમની પાસેથી પાના, પકડ તેમજ પાઇપ જેવી ચીજ વસ્તુઓ જણાતા જ પોલીસને તેમના પર શંકા ગઈ હતી અને તેઓની કડક પુછપરછ કરતા તેઓએ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.પોલીસે અશોક પંચાલ, બહાદુરસિંહ વાઘેલા અને સંજયભાઈ સેધમા નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી તપાસ કરતા તેમણે અત્યાર સુધી ગુજરાતના અલગ જિલ્લાઓમાં 92 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસની પકડમાં આવેલ આરોપીઓ પોતાની સાથે ધજા તેમજ થેલા રાખી પગપાળા યાત્રાળુઓ બની મંદિરની રેકી કરતા હતા. બાદમાં રાત્રી દરમિયાન મંદિરમાં રોકાણ કરતા હતા અને મંદિરની દાનપેટી તેમજ સોના-ચાંદીના આભુષણો તથા ચાંદીના છત્તર ઉપરાંત મંદિરના ઘંટની ચોરીઓ કરતા હતા. આ આરોપીઓ અગાઉ મહેસાણા, અમદાવાદ, પોરબંદર, ભુજ મંદિરની ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા હોવાનું બહાર આવ્યું છે.રસ્તામાં આવતા મંદિરોમાં રેકી કરી ચોરી કરતા હતાપકડાયેલા આરોપી પોતાની સાથે ધજા તેમજ થેલા રાખી પગપાળા યાત્રાળુઓ બની મંદિરની રેકી કરતા હતા. બાદમાં મંદિરમાં રોકાણ કરી દાનપેટી તેમજ સોના ચાંદીના આભૂષણો, ચાંદીના છત્તર ઉપરાંત મંદિરના ઘંટની ચોરીઓ કરતા હતા. આ આરોપીઓ અગાઉ મહેસાણા, અમદાવાદ,પોરબંદર, ભુજ મંદિરની ચોરીઓના ગુનામાં પકડાયેલા હોવાનું બહાર આવ્યું છે.