Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં નકલી પોલીસ બનીને ફરતા લુખ્ખાઓ કેટલાક લોકોને પોતાનો શિકાર બનાવીને તોડબાજી કરતાં હોય છે, પણ આવી નકલી પોલીસની પ્રેક્ટીસ લાંબો સમય સુધી ચાલતી નથી, અને સાચી પોલીસની હાથમાં આવા શખ્સો આવી જ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં યુવકોને પોલીસ તરીકે દાંટી મારી તોડબાજી કરતાં બે શખ્સોને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા છે,
આ મામલો ત્યારે સામે આવ્યો જયારે એક યુવક અને યુવતી નરોડા-કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે ઉભા રહી વાતચીત કરતા હતા. તે દરમિયાન બે શખ્સો બાઈક પર આવ્યા હતા. તેઓએ કહ્યંન કે, ‘તમે અહીંયા શું કરો છો, હું પોલીસમાં છું’ તેવી ઓળખ આપી ડરાવવા માટે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ રૂપિયા પડાવવાના ઈરાદે બંનેના મોબાઈલમાં ફોટા પાડી ‘તમે ડ્રગ્સ લો છો?’ તેમ કહી પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી પણ આપી હતી. પરંતુ બન્ને ગભરાયા વગર આરોપીની પાછળ બેસી પોલીસ સ્ટેશન પહોંચતા નકલી પોલીસે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.
નકલી પોલીસ એવા આરોપીએ યુવકને નિકોલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં લઈ ઊભો રાખી દીધા હતા, અને ‘સાહેબને મળીને આવું છું’ તેમ કહી સાત હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે યુવક પાસે રૂપિયા ન હોવાથી આ બંને નકલી પોલીસે ઓછા પૈસામા પણ પતાવટ કરવાની તૈયારી બતાવી હતી.પરંતુ યુવકના પિતાની સુજબુઝને કારણે દીપ પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.