Mysamachar.in-સુરત:
અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનાની દાણચોરી ઝડપાવાના અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે,એવામાં સુરત એરપોર્ટ પરથી અંડરવેરમાં સોનું છુપાવી લાવાવામાં આવ્યું હોય,જેનો પર્દાફાશ કસ્ટમની ટીમે કર્યો છે,મંગળવારની શારજાહથી સુરત આવેલા એક પુરુષ મુસાફર પર શંકા જતાં તેનું સ્કેનર મશીન દ્વારા ચેકિંગ કરાયું હતું.
જેમાં મુસાફરના જીન્સ અને અંડરવેરમાં કંઈક છુપાવ્યું હોવાનું બહાર આવતા અંગ ઝડતી કરવામાં આવી હતી,જેમાં મુસાફરના અંડરવેરમાંથી ૫૭૦ ગ્રામ જેટલું સોનું મળી આવ્યું હતું.જેની હાલ બજાર કિંમત રૂા.૧૯ લાખ જેવી થવા જાય છે.