Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
વડાપ્રધાન મોદીએ પ્લાસ્ટીક ના ઉપયોગ માટે નિયંત્રણ અને રીસાયકલ બાદ ઉપયોગની વિસ્તૃત માર્ગદર્શિકા સાથે દેશભરમા નાગરીકોને મહત્વની અપીલ કરી છે, પરંતુ ખુદ ઇકોલોજી કમીશનના અધિકારીઓ મોદીજીની અપીલના લીરે લીરા ઉડાડી રહ્યા છે, છતા કોઇ પગલા લેતુ નથી તે આશ્ર્ચર્યની વાત હોવાનુ આ અંગેના કારનામા વિસ્તારના જાગૃત નાગરિકો જણાવે છે,
દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે ડેવલપ કરવાનો સરકારનો પ્રોજેક્ટ ચાલે છે, જે કામગીરી ઇકોલોજી કમિશન કરે છે..જેના બે અધીકારીઓ કૃપાબેન અને પટેલભાઇ આ બીચ ઉપર પર્યાવરણ જાળવવા ની દિશામા કામ કરવાના બદલે પ્રદુષણ ફેલાવી રહ્યાનો અમુક જાગૃત ગ્રામજનોનો આક્ષેપ છે, દેખીતુ છે કે આ બીચ ઉપર ઝીરો પોલ્યુશન જાળવવુ પડે પરંતુ આ અધીકારી બેનશ્રી અને ભાઇશ્રી ત્યા બીચ ઉપર પ્લાસ્ટીક બાળવાની કામગીરી અવારનવાર કરાવે છે, તેવા આક્ષેપો થાય છે, અને ખુબ પ્રદુષણ ફેલાવે છે તેમ નજરે જોનાર ગ્રામજનો કહે છે તો શુ આ જવાબદારોને કંઇ ગંભીરતા નહિ હોય..?
-વડાપ્રધાન ના આદેશથી આ લોકોને મુક્તિ છે?
ઇકોલોજી કમિશન તો પર્યાવરણ સંતુલનમાટે કામ કરે છે, તેના જ બે અધીકારીઓ આ રીતે પ્લાસ્ટીક બાળવા જેવી ઘાતકપ્રવૃતિ કરે છે, તો શુ વડાપ્રધાનના આદેશ તેને લાગુ નથી પડતા? તેવો સવાલ પુછી એક તો આ પ્રદુષણ તાકિદે અટકાવવા અને આ કૃપાબેન અને પટેલભાઇ ઉપર પગલા લેવા તીવ્ર માંગ જાગૃતો કરે છે.