Mysamachar.in-જામનગર
જામનગર લીમડા લાઇન રાજપૂત પરામાં વર્ષોથી શિક્ષણક્ષેત્રે ખ્યાતી પ્રાપ્ત કરનાર જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કૂલ આદર્શ પરીણામ માટે ખુબજ જાણીતી સંસ્થા છે. સંસ્થાએ વધુ એક વખત જાહેર થયેલ ધો.12 સાયન્સના પરિણામો એ બાબત સ્પષ્ટ કરી અને શાળાના તેજસ્વી વિધાર્થીઑએ ઓજસ્વી પરીણામો મેળવ્યા છે. ધો,12 સાયન્સના જાહેર થયેલ પરિણામાં શાળાના વિધાર્થીએ બોર્ડમાં અવ્વલ સ્થાન મેળવનાર જામનગરમાં રહેતા અને બ્રિલીયન્ટ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતો મંઘા આશિષ 99.99 પી.આર. અને એ-1 ગ્રેડ મેળવી શાળાની સાથે સાથે જામનગરનું પણ ગૌરવ અપવ્યું છે. તેમની સાથે એ-1 ગ્રેડમાં મહેતા પ્રશીલ 99.75 પી.આર.નગકુમ પ્રગતિ 99.42 પ.આર. તથા રતીય પ્રતાપ 99.23 પી.આર. મેળવ્યા છે. તથા માંગરોલીયા સાર્થિક 98.90 પી.આર.મેળવી બ્રિલીયન્ટ સ્કૂલના વિધર્થીઓ ખરા અર્થમાં બ્રિલીયન્ટ છે તેવું સ્પષ્ટ કરી આપ્યું છે.
દર વર્ષ ધો.10 12 વિજ્ઞાન અને સાયન્સ બન્ને પ્રવાહના પરીણામોમાં બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કૂલ જામનગર સાથે રાજ્યની અન્ય શાળાઓની સાથે હરીફાઈમાં પહેલી હરોળનું સ્થાન મેળવતી શાળા છે. શાળામાં શિક્ષણ ઉપરાંત વિધાર્થીની સર્વાગી વિકાસ થાય તેના માટે સાંસ્ક્રુતિક આધ્યાત્મીક રમત ગમત નિબંધ સ્પર્ધા ફેન્સી ડ્રેસ ગાઈડ જેવી અનેક વિવિધ પ્રવૃતિઓ પણ વર્ષ દરમ્યાન વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આજના જમાનમાં ટ્યુશન કલાસની મદદ વીના પણ ધો.10 અને ધો12ના સાયન્સ કોમર્સના વિધર્થીઓ ઉચ્ચ ક્રમાંક મેળવી શકે આવો પ્રશ્ન દરેક વિધાર્થી અને વાલીઓને થાય પણ બ્રિલીયન્ટ સ્કૂલ માટે આ વાસ્તવિકતા છે. શાળામાં અભ્યાસ કરતાં બોર્ડના તો ઠીક પણ એક પણ વિધાર્થીઓને સામાન્ય રીતે વધારા કોચીંગની જરૂર પડતી નથી તેનું સૌથી મોટું કર્ણ શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા વિધાર્થીઓને પાયાનું શિક્ષણ કોઈપણ જાતની ક્ચ્ચાસ છોડયા વિના અલગ અલગ અને નવતર શૈક્ષણિક પધ્ધતિથી પૂરું પાડવામાં આવે છે. જેના કારણે વિધાર્થીઓ સાયન્સ જેવા અઘરા વિષયમાં અભ્યાસ કરે છે.
તેને સમયની સાથો સાથો ખાનગી ટ્યુશન કલાસીસમાં ચૂકવવી પડતી મસમોટી ફી નો બચત પણ થઈ જાય છે. આમ સમય શક્તિ અમે નાણાનાં બચાવનું ફળ સ્વરૂપ આજે ધો 12 સાયન્સના પરીણામોમાં રાજયમાં જામનગર ની બ્રિલીયન્ટ સ્કૂલના તારલાઓએ પરીણામોમાં 99.99થી લઈ 92.25 પી.આર મેળવી શાળાની સાથે જામનગરનું પણ નામ રાજયમાં રોશન કર્યું છે. બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કૂલને દર વર્ષે મળતા શ્રેષ્ઠ પરીણામો પાછળ શાળાના ચેરમેન અશોકભાઇ ભટ્ટ અને ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સ્કૂલ મેનેજમેન્ટ ઉસ્મીતાબેન ભટ્ટ સહિતના શાળાના તજજ્ઞ શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા સતત વિધાર્થીઓના શિક્ષણને લઈને ઉઠાવવામાં આવતી જહેમત ખરા અર્થમાં રંગ લાવે છે અને તે આજે જાહેર થયેલા પરીણામો માં પણ જોવા મળી છે.