Mysamachar.in-સુરત:
તમે લાખો રૂપિયાની લાંચના કિસ્સાઓ તો વાંચતા હશો પણ સાવ મામુલી કહી શકાય તેવી રકમ પણ સરકારી કર્મચારીઓ નથી છોડતા તેનું એક ઉદાહરણ સુરતના બારડોલીમાં સામે આવ્યું છે, જ્યાં એક સરકારી કર્મચારી અને વચેટીયો માત્ર રૂપિયા 180ની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ જતા આ ટ્રેપે આશ્ચર્ય ફેલાવ્યું છે.એસીબી પાસેથી મળતી આ કેસની હકીકત એવી છે કે,
મહુવા રેન્જ વન વિભાગમાં આવતા સો મીલ પાસેથી નાગરિકો લાકડા તેમજ ફર્નીચર ખરીદ કરતા હોય છે. નાગરિકોએ સો મીલ પાસેથી લાકડા તેમજ ફર્નીચર ખરીદ કરવા માટે વનવિભાગના પાસ લેવો જરૂરી હોય,જે પાસ મેળવવા સારૂ નિયમોનુસાર ફી ભરવાની રહે છે. તે સિવાય વધારાના રૂપિયા વન વિભાગના કર્મચારીઓ સો મીલ મારફતે લાંચની માંગણી કરી સ્વીકારે છે તેવી માહીતીની ખરાઇ કરી કાયદેસરની કાર્યવાહી કરવા એસીબીએ ડીકોયરનો સંપર્ક કરી સદર રજુઆતો સંબંધે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડીકોયનું આયોજન કરતા બારડોલી બ્રીજની બાજુમાં આવેલ ભગવાન સો મીલમાં ડીકોયર સાથે બંને આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી ઇમરાન અબ્દુલ કરીમ મહેસાણીયા નોકરી-બીટગાર્ડ, મહુવા રેન્જ વર્ગ-૩ના જણાવવાથી હરેશભાઇ કાંતીભાઇ પટેલ ( ખાનગી વ્યકિત)એ રૂ.180 ની લાંચની માંગણી કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયા હતા.