my samachar.in-જામનગર
ધ્રોલમાં જુદી જુદી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા રાજકીય આગેવાનોને સ્થાનિક પોલીસે તીનપતીનો જુગાર રમતા ધ્રોલ નગરપાલિકાના સદસ્ય, નગરપાલિકાના મહિલા સદસ્યના જેઠ, મહિલા સદસ્યના પતિ વગેરે મળીને પોલીસે કુલ ૬ રમતવીરોની ૩૧ હજારની રોકડ સાથે ધરપકડ કરતાં ચકચાર જાગી છે,
ધ્રોલના પી.એસ.આઈ. આર.એમ. મકવાણા તથા સ્ટાફના વિક્રમભાઈ આહીર, હર્ષદભાઈ, ક્લ્પેશભાઈ દલાસાણીયા, સંજયભાઈ મકવાણા, ભયપાલસિહ જાડેજાએ બાતમીમાં આધારે અહીના જોડિયા રોડ પર આવેલ ચામુંડા પ્લોટ વિસ્તારમાં પડતર ઈંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા (૧) પૃથ્વીરાજસિહ જાડેજા (૨) હુશેન ઓસમાણ સોઢા (૩) મુળુભા ચનુભા જાડેજા (૪) દિનેશસિહ હરપ્રતાપસિહ ગોહિલ (૫) વિજય ટ્પુભાઈ વાઘેલા (૬) કિશોરસિહ ગંભીરસિહ જાડેજા જામનગરવાળાની ધરપકડ કરીને રોકડ ૩૧૨૫૦ ની રોકડ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી,
વધુમાં મળતી વિગત મુજબ વીજય ટ્પુભાઈ વાઘેલા ધ્રોલ નગર પાલિકાના ભાજપના સદસ્ય છે, મુળુભા ચનુભા જાડેજા ધ્રોલ નગરપાલિકા પૂર્વ મહિલા પ્રમુખના પતિ છે દિનેશસિહ હરપ્રતાપસિહ ગોહિલના પત્ની બહુજન સમાજ પાર્ટીના નગરપાલિકાના સદસ્ય છે॰