Mysamachar.in-જામનગર:
ભારત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના NHSRC દ્વારા NQAS ધારા ધોરણ મુજબ ઉચ્ચકક્ષાનું રાષ્ટ્રીય લેવલનું બહુમાન જામનગર જીલ્લાના વસઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ને મળેલ છે.જે NQAS એસેસ્મેન્ટમાં અત્યાર સુધી માં સૌથી વધારે ગુણ મેળવનાર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. NQAS સર્ટીફીકેટ મેળવનાર ગુજરાત રાજયનું ફક્ત ચોથુ અને સમગ્ર રાજકોટ ઝોન અને જામનગર જીલ્લાનું જામવંથલી બાદ બીજા આરોગ્ય કેન્દ્ર તરીકે સન્માનીત થયેલ છે. જે જામનગર જીલ્લા માટે એક સિધ્ધી સમાન છે. ગુજરાત રાજયમાં NQAS સર્ટીફીકેટ મેળવનાર ગુજરાત રાજ્ય ના 4 પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માથી ૨ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર જામનગર જીલ્લાના જામનગર તાલુકા ના છે જે એક ખાસ સિધ્ધી કહી શકાય.
આ ઍવોર્ડ મેળવવા રાજ્ય લેવલનું NQAS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત હોય છે. ત્યારબાદ ભારત સરકારમાથી નિમણૂક પામેલ તજજ્ઞ દ્વારા બહુ જ વિગતવાર બે દીવસ માટે તા.10 તથા 11 જૂન ના રોજ ચેન્નાઈ થી ડો.ભારથી વેંકટેશન અને દિલ્લી થી ડો.મેહતાબ સીંગ દ્વારા મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકાર માં રજૂ કરેલ અને તેમાં ૯૪.૨૦% સ્કોર મેળવી વસઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ને નેશનલ લેવલ NQAS પ્રમાણપત્ર તથા એવોર્ડ મેળવેલ છે.
આ પ્રસંગે જામનગર જીલ્લાના ઈન્ચાર્જ જીલ્લા વિકાસ અધીકારી કીરીટ જાની અને પ્રશસ્તી પરીક તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.બથવાર અધીક જીલ્લા આરોગ્ય અધીકારી ડો. પટેલ તેમજ જીલ્લા ક્વોલોટી મેડિકલ ઓફિસર ડો. એસ.એસ. ધમસાણીયા તેમજ જામનગર તાલુકા હેલ્થ ઓફીસર ડો. રાજેશ ગુપ્તા દ્વારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર વસઈ ની સમગ્ર ટીમ તથા મેડિકલ ઓફિસર ડો, અજય વકાતર ને અભીનંદન પાઠવેલ છે. તેમજ ભવિષ્યમાં વધુને વધુ સફળતાના શિખરો સર કરી જામનગર જીલ્લાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવેલ છે. તેમજ વસઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ને છેલ્લા ચાર વર્ષથી સતત સ્વચ્છતાનો કાયાકલ્પ એવોર્ડ પણ મળેલ છે.