Mysamachar.in-જામનગર:
બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ છેલ્લા ૨૯ વર્ષોથી જામનગરમાં શિક્ષણક્ષેત્રે ખૂબ સારી સેવા આપી રહ્યું છે. માત્ર ૨૩ બાળકો સાથે શરૂ થયેલી શાળા આજે એક વટવૃક્ષ બની છે. જેમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ખૂબ જ ટૂંકા ગાળામાં ઉત્તરોતર ઉત્તમ પરિણામોની હારમાળા સર્જી આજે જામનગરની ખ્યાતનામ સાયન્સ સ્કૂલમાં ટોચ ઉપર પહોંચી છે,
બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ કોમર્સ દર વર્ષે જામનગરમાં A1 આપતી સ્કુલ છે. એટલે જ શિક્ષણજગતમાં બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ “સાયન્સ સમ્રાટ-કોમર્સ કિંગ” નામે જાણીતી બની છે. જામનગરના વધુ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે હેતુથી બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સએ તેનું નવું યુનિટ પ્રગતિ પાર્ક પાર્ટ-૨,કૃષ્ણનગર મેઇન રોડ પરના ધ પટેલ એકેડમી કેમ્પસ ખાતે શરૂ કર્યું છે,
બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સના સ્થાપક ચેરમેન અને નેશનલ જેમ્સ એવોર્ડથી સન્માનિત અશોકભાઈ ભટ્ટ એવું માને છે કે ઉત્તમ શિક્ષા આપવા માટે શ્રેષ્ઠ-નિષ્ણાંત શિક્ષકો તો જોઈએ જ, પરંતુ શાળાનું પર્યાવરણ શ્રેષ્ઠ હોવું એટલું જ જરૂરી છે. માટે શૈક્ષણિક સુવિધા સજ્જ વર્ગખંડોની સુંદર વ્યવસ્થા કેળવણી ક્ષેત્રે જામનગર અને ગુજરાતમાં તેઓનું એક આગવું સ્થાન અને નામ છે કેળવણીના ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં આધુનિક ટેકનોલોજી દ્વારા સહજ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. તેઓ ક્વોલિટી એજ્યુકેશનના હિમાયતી છે. માટે જ તેઓ હંમેશા કહે છે કે બાળકને એવું શિક્ષણ આપો કે શિક્ષણ મેળવી પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું કલ્યાણ કરવા સક્ષમ બને ના કે માત્ર પૈસા કમાવાનું મશીન બને.
સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ઉષ્મિતાબેન ભટ્ટ શાળાકીય આંતરિક વ્યવસ્થા તથા શૈક્ષણિક સ્તરની ગુણવત્તા સુધાર માટે સતત અવલોકન કરે છે. ખાસ કરીને કુમળા બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ મળે તે માટેની સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાની ગોઠવણી તેમના દ્વારા કરાયેલી છે. હાલમાં તેઓને રોટરી ક્લબ ઇન્ડિયા દ્વારા મહિલાઓના ઉત્કર્ષ, કન્યા-કેળવણી અને મહિલા સ્વનિર્ભરતાના ઉત્તમ કાર્ય માટે નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેઓ એક ગૃહિણી સાથે-સાથે એક ઉત્તમ વ્યવસાયિક મહિલા તથા સામાજિક કાર્યકર્તા છે. તેઓનું શૈક્ષણિક ક્ષેત્રે ઉપરાંત કન્યા કેળવણી માટે અનેરું યોગદાન છે,
સંસ્થાના ટ્રસ્ટી મૌલિક ભટ્ટ પણ યુવાનો ઉત્તમ શિક્ષણ મેળવી તેઓની કારકિર્દીનું ઘડતર કરી સમાજમાં સ્થાપિત થાય તે માટે કાર્યરત રહે છે. અભ્યાસ કરતા યુવાઓ સાથે સતત વાર્તાલાપ દ્વારા તેમને પ્રોત્સાહન આપી માર્ગદર્શન પૂરું પાડે છે. તેમની આ પ્રવૃત્તિ માટે J.C.I.INDIA દ્વારા યંગ ઇન્ટરપ્રિનીયોર એવોર્ડથી સન્માનિત કરાયા છે.
ત્યારે આટઆટલી વિશિષ્ટતાઓ ધરાવતી બ્રિલિયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સની નવી બ્રાન્ચનો શુભારંભ થયો છે ત્યારે બાલમંદિર થી ધોરણ ૧૨-સાયન્સ અને કોમર્સ તથા L.K.G થી ૮ ધોરણ સુધી ઇંગ્લીશ મીડીયમના અભ્યાસની સંપૂર્ણ વ્યવસ્થા સંસ્થા ખાતે ઉપલબ્ધ છે.પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવાઈ છે અને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
બ્રિલિયન્ટ સ્કૂલમાં એડમિશન મેળવવા ઇચ્છુક વાલીઓ સંસ્થાની મુલાકાત લઇ પોતાના બાળકનો એડમિશન કન્ફર્મ કરાવી શકે છે. વધુ વિગત માટે હેડ ઓફિસ ફોન નંબર ૯૯૦૯૯૭૫૨૭૧, ૯૮૯૮૧૬૩૪૬૪, (૦૨૮૮)૨૫૫૯૧૭૭ બ્રાંચ ફોન નંબર ૮૪૬૦૮૨૨૮૦૯ અને (૦૨૮૮)૨૭૧૩૯૪૪ સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.