Mysamachar.in-સુરત:
જો તમે કોઈ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છો અને કોઈ તમને રોકી અને તમારી પાસે લીફ્ટ માગે તો સમજી વિચારીને જ લીફ્ટ આપજો નહિતર લેવાના દેવા થઇ જશે આવો જ એક ચોકાવનારો કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે, શહેરમાં હનીટ્રેપનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે.સુરત શહેરમાં હનીટ્રેપ કરી લોકોને પોતાની જાળમાં ફસાવનાર ગેંગ સક્રિય હોય તેઓને પકડવવા માટે સુરત પોલીસ પણ સતર્ક હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો બાતમીના આધારે અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનાના આરોપીઓને પકડી પાડ્યા હતા.
પકડાયેલ આરોપી લાલ શિવરાજ લખધીરભાઈ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ જગદીશભાઇ પટેલ, લલીતભાઈ ખીમજીભાઇ ચૌહાણ, રૂઢીયાબેન ઉર્ફે ફાતીમાબેન ઉર્ફે રીનાને અબ્બાસભાઈ વ્હોરાની દીકરીને ધરપકડ કરાઈ છે, આ પકડાયેલા આરોપીએ એક કાર ચાલકને લિફ્ટ આપવાનું કહ્યું હતું. બાદમાં કાર ચાલકને ચપ્પુ બતાવીને એક ફ્લેટમાં લઇ ગયા હતા. પહેલાથી બે આરોપી અને બે મહિલા હાજર હતી બાદમાં મહિલાઓ વચ્ચે કાર ચાલકને ઉભો રાખીને ફોટો પડ્યો હતો. જેમા એક આરોપીએ પોલીસ તરીકેની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને કાર ચાલકને ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું હતું.
એટલું નહિ પણ આ શાતીર આરોપીઓએ કાર ચાલકનો ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં કાર ચાલકે પાંચ લાખ રૂપિયા આપીને છુટકારો મેળવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કાર ચાલકે આ બાબતે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હનિટેપ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે ટીમ કામે લાગી હતી. મામલે પોલીસ દ્વારા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.