Mysamachar.in-સુરત:
જો તમે પણ અવારનવાર એટીએમ સેન્ટર પર રૂપિયા ઉપાડવા જાવ છો અને સમજણ ના પડે તો આસપાસ ઉભેલ લોકોની મદદ માગવાનું વિચારો તો જરા આવો વિશ્વાસ કરતા પૂર્વે ચેતજો કારણ કે સુરત શહેરમાં એટીએમ સેન્ટર પર રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપીંડી કરતી બેલડીને પોલીસે ઝડપી પાડી છે
ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને ATM બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખસની ધરપકડ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. ઉધના પોલીસે 30 જેટલા ATM કાર્ડ કબજે કર્યા છે. આરોપીઓની પુછપરછમાં ATM કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને ATM કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા.
સુરત સહિત જિલ્લામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા એટીએમ કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેન્ગના સાગરીતો અંગેની ફરિયાદ બાદ પોલીસ સતર્ક હતીઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે.જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે.
પોલીસના જણાવ્યાનુસાર, એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સો પાસેથી કબ્જે કર્યા છે. આરોપીઓની પુછપરછમાં એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા.આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછ બે ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે.જેમાં ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે.
આરોપીઓની પુછપરછમાં છેતરપિંડી થી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘીદાટના મોબાઈલ ની ખરીદી કરતા હતા.જે આરોપીઓ પાસેથી બે મોંઘીદાટના મોબાઈલ અને એક મોપેડ પણ કબ્જે કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોતાના મોજશોખ પુરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના, ડીંડોલી, પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે.જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શકયતા રહેલી છે.