Mysamachar.in:સુરત
સુરતના બારડોલી નેશનલ હાઈવે પર વધુ એક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જે ઘટનામાં 2 બાળકો સહીત 6 લોકોએ જીવ ગુમાવ્યો છે, ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત બારડોલી નેશનલ હાઈ-વે પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવીનો છે. ત્યાં બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો, જ્યાં રસ્તામાં કોઈકારણોસર તેમની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકસ્માતમાં મોત થયું છે.