Mysamachar.in-સુરત:
જેલમાં જાય તે ઈસમો પૈકી અમુક ઈસમો કલુમાંથી કાલીયા થઈને બહાર આવે છે, જેલની ચાર દીવારોમાં ખૂંખાર ગુન્હેગારો સાથે જો મિત્રતા થઇ અને બહાર આવ્યા પછી આ મિત્રતા વધુ ગુન્હાઓને પણ અંજામ આપી શકે સુરત પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે, જેની મિત્રતા જેલમાં થઇ હતી અને બાદમાં બન્નેએ સાથે ચોરી કરવાનું શરુ કર્યું જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને રાજ્ય બહાર ચોરી કરતા હતા પણ સુરત પોલીસને હાથે ઝડપાઈ જતા કેટલીય ચોરીઓની ઘટનાઓનો ભેદ ઉકેલાઈ જશે
પોલીસે બન્ને પાસેથી 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ચોરની વર્ષો પહેલા જેલમાં મુલાકાત થતા મિત્રતા થઈ હતી. ત્યારબાદ છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોના શહેરોને મળી 14થી વધુ ચોરી સહિત અન્ય ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે.
સુરત ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના ખારગૌનના આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ઘરફોડ ચોરીને અંજામ આપી શહેર છોડી નાસી જતા હતા. ત્યારે બંને આરોપીઓ રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરીને પરત સુરતના ઉનપાટીયા વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બન્ને આરોપી મોહમ્મદ શકિલ કુરેશી અને નરસિંહ રવજીભાઇ ખણઘરને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ જામનગર, સુરત, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દેવભૂમિ દ્વારકા મળી ગુજરાત અને અન્ય રાજ્યોના શહેરમાં 14થી વધુ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
ચાર વર્ષથી બન્નેએ ભેગા મળીને પચાસ કરતા વધુ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. બે ઇસમો પૈકી દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઇગર મોહમદ સકીલ ખલીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણદારની ધરપકડ કરી છે. આ બે ઇસમો જેલમાં ભૂતકાળમાં ભેગા થયા હતા, ત્યારબાદ છેલ્લા ચાર વર્ષમાં પચાસ કરતા વધારે ઘરફોડ ચોરી અને વાહનચોરીને અંજામ આપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, છેલ્લા ચાર વર્ષમાં બે કરોડની આસપાસ આ ચોરોએ ચોરી કરી હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે.આ બન્ને ઇસમોએ જામનગરમા પણ વીસ લાખ રૂપિયા જેવી રકમની ઘરફોડ ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે જેની પોલીસ દ્વારા વિશેષ તપાસ રિમાન્ડ મેળવીને કરી રહી છે.