Mysamachar.in-રાજકોટ:
સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર થશે તેવું રેલ્વે દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે, રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવો રોડ ઓવર બ્રિજ (ROB-48) બનાવવા માટે બ્લૉક લેવામાં આવશે. આ બ્લૉકને કારણે ૨૯ નવેમ્બરથી લઈને ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રેલવે વ્યવહારને અસર થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
તારીખ ૨૯ નવેમ્બર, ૨૦૨૦૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
* ટ્રેન નં ૧૧૪૬૬ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં ૦૨.૦૦ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
* ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
* ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૦૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
* ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમય ૦૭:૩૦ વાગ્યાને બદલે ૨ કલાક વિલંબથી એટલે કે ૦૯:૩૦ વાગ્યે ઉપડશે.
* ટ્રેન નં ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૫ વાગ્યાને બદલે ૨ કલાક વિલંબથી એટલે કે ૧૨:૨૫ વાગ્યે ઉપડશે.
તારીખ ૦૧ ડિસેમ્બર, ૨૦૨૦૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
* ટ્રેન નં ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં ૦૩.૦૦ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
* ટ્રેન નં ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૫ વાગ્યાને બદલે ૧ કલાક વિલંબથી એટલે કે ૧૧:૨૫ વાગ્યે ઉપડશે.
* ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૫૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
* ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં ૪૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.


