Mysamachar.in-
સમાજમાં છેતરપિંડીઓ અને વિશ્વાસઘાતના અનેક બનાવ જાહેર થતાં રહે છે. લોકો આવી બાબતોમાં ફરિયાદો કરવાની માનસિકતા ધરાવતા હોય એવું પ્રમાણ વધી રહ્યું છે. અંગત વ્યવહાર અને દાવપેચમાં ફોજદારી કાયદાઓનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો હોય, સુપ્રિમ કોર્ટે તમામ અદાલતોને આ બાબતો અંગે જાગૃત રહેવા કહ્યું છે.
લગભગ દરેક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીઓ અને વિશ્વાસઘાતની કેટલીયે ફરિયાદો થતી રહે છે. જેમાંની ઘણી મેટર સિવિલ પ્રકારની હોય છે પરંતુ ફોજદારી કાયદાના દુરુપયોગની માનસિકતા ધરાવતાં ફરિયાદીઓ આવી બાબતોને પોલીસ સ્ટેશને લઈ જતાં હોય છે અને IPC ની કલમ-420 અને 406 અંતર્ગત FIR દાખલ કરાવતાં હોય છે.
સુપ્રિમ કોર્ટના મતે આ વલણ સમાજ માટે સારૂં નથી. આ ઉપરાંત આ વલણને કારણે પોલીસ વિભાગ અને અદાલતો પર કામના ભારણ વધે છે. આ પૈકી ઘણાં મામલાઓ અંગત અદાવત પોલીસના તથા કોર્ટના માધ્યમથી નિપટાવવા માટેની માનસિકતાને કારણે પોલીસમાં દાખલ થતાં હોય છે. આવા કેસોની કાર્યવાહીઓ દરમ્યાન અદાલતોએ વધુ જાગૃતિ દાખવવી જોઈએ એમ સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલો 2 વેપારી વચ્ચેના નાણાંકીય વ્યવહાર સંબંધે હતો. સુપ્રિમ કોર્ટે આ ફરિયાદ જ રદ્દ કરી નાંખી.





