Mysamachar.in-રાજકોટ:
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09561 રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશિયલને 14 નવેમ્બર, 2025 ના રોજ રાજકોટ સ્ટેશનથી સવારે 10:30 કલાકે દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. વિગતો આ મુજબ છે:
૧) ટ્રેન સંખ્યા 59561/59562 રાજકોટ–પોરબંદર લોકલ [દરરોજ]
ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર લોકલ 15 નવેમ્બર, 2025થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે 8:35 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:15 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૨ પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બર, 2025થી દરરોજ પોરબંદરથી 14:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18:55 કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
૨) ટ્રેન સંખ્યા 59563/59564રાજકોટ-પોરબંદર લોકલ [સપ્તાહમાં પાંચ દિવસ]
ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર લોકલ 16 નવેમ્બરથી સપ્તાહમાં 5 દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે 14:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20:30 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 59564 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બરથી સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે 7:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12:35 કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
ઉપરોક્ત તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે.ઉપરોક્ત તમામ ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) હશે.


