• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના એક દંપતિનો પણ ભોગ..1 વર્ષ પૂર્વે પુત્ર પણ…

એક વર્ષ અગાઉ આ જ દંપતિનો પુત્ર વિમાન અકસ્માતમાં મોતને ભેટયો હતો !...

My Samachar by My Samachar
June 13, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના એક દંપતિનો પણ ભોગ..1 વર્ષ પૂર્વે પુત્ર પણ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

ગઈકાલે ગુરૂવારે અમદાવાદમાં કાળજુ કંપાવી દેનારી ભયાનક વિમાન દુર્ઘટના સર્જાતા આખું ગુજરાત સ્તબ્ધ છે અને સૌ ઘેરો આઘાત અનુભવી રહ્યા છે. આ દુર્ઘટનામાં મૂળ જામનગરના વતની એવા એક NRI દંપતિનો પણ ભોગ લેવાયો હોવાની વિગતો એમના પરિવારજનો દ્વારા જાહેર થઈ છે. મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકના વતની અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા સતવારા સમાજના પરમાર પરિવારના એક દંપતિનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો છે. જામનગરનું આ દંપતિ છેલ્લા વીસેક વર્ષથી લંડનમાં વસવાટ કરે છે.

જામનગરમાં અગાઉ BSNLમાં નોકરી કરતાં અને હાલ નિવૃત એવા અનંતભાઈ પરમારે આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ વિગતો આપી છે. અનંતભાઈ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના નાનાભાઈ અને નાનાભાઈના પત્નીના આ દુર્ઘટનામાં મોત બાદની કાર્યવાહીઓમાં રોકાયેલા છે.

અનંતભાઈએ જણાવ્યું કે, તેમના નાનાભાઈ શૈલેષભાઈ પરમાર અને શૈલેષભાઈના પત્ની નેહલબેન છેલ્લા વીસેક વર્ષથી લંડન સ્થાયી થયેલા છે. તાજેતરમાં નેહલબેનના પિતા હરિહરભાઈ બક્ષી અને નેહલબેનના માતાની તબિયત નરમગરમ રહેતી હોય, શૈલેષભાઈ તથા નેહલબેન લંડનથી જામનગર એમની તબિયતની ખબર કાઢવા માટે આવ્યા હતાં અને ગુરૂવારે આ કમભાગી વિમાનમાં પરત લંડન જઈ રહ્યા હતાં ત્યારે આ દુર્ઘટનામાં અન્ય 239 મુસાફરો સાથે આ પરમાર દંપતિનો પણ ભોગ લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હરિહરભાઈ બક્ષી જામનગરના જાણીતા તબીબ ડો. કેયૂર બક્ષીના કાકા થાય છે.

-આ પરમાર દંપતિનો એક પુત્ર પણ અગાઉ વિમાન દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યો હતો !…

Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે અનંતભાઈ પરમારે કહ્યું કે, મૃતક શૈલેષ પરમારના પુત્રનું નામ હિત હતું. 25 વર્ષની ઉંમરે હિત પરમાર લંડનની હવાઈ ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલી એક શૈક્ષણિક સંસ્થામાં વિમાન ઉડાડવા માટેની તાલીમ પ્રાપ્ત કરેલો પાયલોટ હતો. બાદમાં યુરોપિયન યુનિયનના દેશોમાં તે વિમાન ચલાવી શકે તે માટેની ટેસ્ટ આપી રહ્યો હતો અને તાલીમ લઈ રહ્યો હતો તે દરમ્યાન તેનું વિમાન તૂટી પડતાં હિત પરમારનો આજથી એક વર્ષ અગાઉ ભોગ લેવાયો હતો અને કમનસીબે મૃતક હિતના માતાપિતા પણ એક વર્ષ બાદ ભયાનક વિમાન દુર્ઘટનાનો ભોગ બની ગયા. આ બનાવને કારણે પરમાર પરિવાર અને બક્ષી પરિવાર શોકગ્રસ્ત બની ગયા છે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

વિમાન પડ્યું ત્યાં પણ 33 મોત કન્ફર્મ : કુલ મોત 274

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®