Mysamachar.in-અરવલ્લી:
અરવલ્લી જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે, મોડાસાના આલમપુર નજીક આ ત્રિપલ અકસ્માત સર્જાયો જેમાં બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતા છે. જેમાં અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે.
મોડાસાના આલમપુરમાં બે ટેન્કર અને એક કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. કેમિકલ ભરેલા ટેન્કર સાથે કાર અથડાતા આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી ટેન્કર કેમિકલ ભરેલ હોવાથી પળવારમાં જ ભીષણ આગ ભભૂકી ઉઠી. ઘટનાને લઇને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જો કે એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આગને કારણે મોડાસા નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો.પરિણામે બંને તરફ 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કલાકો સુધી ટ્રાફિકજામ રહે તેવી શક્યતા છે. કારણ કે અકસ્માત ઘણો ભયાનક છે. કેમિકલને કારણે ભયાનક આગ લાગી છે. હાલમાં તો આગને કાબૂમા લેવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.