• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, July 4, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બુટલેગર નહિ પરંતુ પોલીસકર્મી જ કરતો હતો દારુ ભરેલ વાહનનું પાઈલોટીંગ 

My Samachar by My Samachar
January 17, 2022
in દાહોદ
Reading Time: 1 min read
A A
બુટલેગર નહિ પરંતુ પોલીસકર્મી જ કરતો હતો દારુ ભરેલ વાહનનું પાઈલોટીંગ 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

My samachar.in : દાહોદ 

આમ તો સૌ જાણે છે તેમ ગુજરાતમાં દારૂબંધી છે, છતાં વર્ષે કરોડોનો દારુ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસી જાય છે અને તેમાંથી પોલીસની મહેનતથી કેટલીય વખત લાખોનો દારુ ઝડપાઈ પણ જાય છે તો ના ઝડપાયેલો પીવાઈ પણ જાય છે, એવામાં દારૂ ભરેલ વાહનનું પાઈલોટીંગ બુટલેગર કે તેના માણસો કરે ત્યાં સુધી સમજાય પણ ખુદ ખાખી જ આવી પ્રવૃત્તિને વેગ આપવા પાઈલોટીંગ કરે તો…જી હા આવો એક ચોકાવનારો અને પોલીસ વિભાગને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે, ઝાલોદ પોલીસ મથકના સ્ટાફ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં રાજસ્થાન સરહદે આવેલી ઝાલોદ તાલુકાની ધાવડિયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં ઉભા હતાં. તે વખતે રાજસ્થાન તરફથી આવેલી આઇટેન કારમાં સંજેલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજાધિન પ્રકાશ નરસિંગ નિનામા હોઇ તેને જવાનો સંકેત કર્યો હતો પરંતુ પાછળ આવેલી બોલેરો જીપના આગળનો નંબર ભુંસેલો જણાતા તેને રોકવામાં આવી હતી. આ વખતે થોડે આગળ કાર રોકીને કોન્સ્ટેબલ પ્રકાશ પોલીસ કર્મીઓ પાસે ધસી આવી જીભાજોડી કરવા લાગ્યો હતો. દરમિયાન તક જોઇને ચાલકે બોલેરો ભગાવી મુકી હતી. જેથી ઝાલોદ પોલીસ પોતાની પાસેની રિક્વીઝીટ જીપથી તેનો પીછો શરૂ કર્યો હતો.

દરમિયાન જ ભીલકુવાથી દારૂની જીપનું પાયલોટિંગ કરીને આવતાં કોન્સ્ટેબલ પ્રકાશે પોતાની કાર પોલીસ જીપ આગળ ફિલ્મી ઢબે આડી કરીને અંતરાય ઉભો કર્યો હતો. પોલીસ જીપના ચાલકે મોટો ટર્ન લઇને ફરાર બોલેરોનો પુન: પીછો શરૂ કર્યો હતો.નજીક પહોંચતા ઉથલાવી દેવા માટે પોલીસ જીપને બોલેરોથી ટક્કર પણ મારવામાં આવી હતી. ધામણબારી ગામનો પિન્ટુ ઉર્ફે નિતીન રયલા પરમાર બોલેરોમાંથી ફરાર થઇ ગયો હતો જ્યારે મોટા હાથીધરા નિશાળ ફળિયાનો રોહીતકુમાર દિનેશભાઇ રાવતને ઝડપી પાડ્યો હતો.

જીપમાંથી પોલીસને વિદેશી દારૂની 27 પેટી, છુટ્ટી બોટલો નંગ 6 તથા બિયરની બોટલો મળી કુલ 596 બોટલો કિંમત રૂપિયા 1,54,815ની મળી આવી હતી. દારૂનો જથ્થો તથા રૂા.1,50,000ની બોલેરો મળી કુલ રૂા.3,04,815નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.દારૂની જીપનું પાયલોટિંગ કરનાર પ્રકાશ, પિન્ટુ ઉર્ફે નિતીન, રોહીતકુમાર અને ભીલકુવાના ઠેકાથી દારૂ ભરી આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દારૂની ગાડીના પાયલોટિંગ સાથે પોલીસ કર્મચારીઓની જ જીપની ગેરકાયદે અટકાયત કરનાર કોન્સ્ટેબલ પ્રકાશ સંજેલી પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જોકે, હાલમાં પોલીસ ભરતીની કાર્યવાહીમાં ફરજ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંની ફરજ છોડીને પ્રકાશ કઇ રીતે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા માટે આવ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે.ઘટનામાં દારૂની ગાડીનું પાયલોટિંગ કરતાં પોલીસ કોન્સ્ટેબલ સહિતના બુટલેગરો સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, 

SendShareTweetShare

Join Us on Social

Recent News

પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

જામનગર પોલીસનો લાંચકાંડ: PSI તથા રાઈટર રિમાન્ડ પર…

July 4, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

July 4, 2025
લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

પૈસા ફેંકો, તમાશા દેખો: 2 આચાર્ય, 2 નિવૃત શિક્ષકો લાંચમાં ઝડપાયા.!

July 3, 2025
શિક્ષક-વર્ગ ઘટ: જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ અત્યંત કંગાળ !!

‘હોંશિયાર’ ખાનગી શાળાઓ ગમે તેટલી ફી વસૂલી શકે : કોઈને કાંઈ વાંધો છે ? સરકારે પૂછ્યું…

July 3, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

જામનગર પોલીસનો લાંચકાંડ: PSI તથા રાઈટર રિમાન્ડ પર…

July 4, 2025
જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

જામનગર શહેર જિલ્લામાં સચરાચર 6 ઈંચ સુધીનો વરસાદ…

July 4, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®