Mysamachar.in:સુરત
રૂબરૂ અથવા તો વિડીયો કોલ દ્વારા શીમંત લોકોને સુંદર યુવતીઓ અથવા યુવતીઓના સ્વાંગમાં યુવકો એટલે કે સોશ્યલ મીડિયાના માધ્યમથી અલગ અલગ એકાઉન્ટ બનાવી અને લોકોને હનીટ્રેપની જાળમાં ફસાવવાનો ખેલ દિવસે ને દિવસે ફૂલીફાલી રહ્યો છે એવામાં આવા જ વધુ એક ખેલનો મામલો પોલીસ સુધી પહોચતા પોલીસે આ ગેંગને ઉઘાડી પાડી દીધી છે ફેસબૂક પર નકલી યુવતીનો આઈડી બનાવી એક યુવકને વીડિયો કોલ પર હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. જેમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની યુવક પાસે 16.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. પોલીસે ચાર મહિલા અને બે પુરુષ મળી કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી છ લાખ જેટલા રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. ફેસબૂકના માધ્યમથી યુવક એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વીડિયો કોલ પર વાતો કરવામાં આવતી હતી. યુવતી બનીને યુવક સાથે વીડિયો કોલ પર અસલી હરકતો કરવામાં આવતી હતી. યુવતીને વીડિયો કોલ કરી એકલામાં ઘરે મળવા બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો કોલનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું જણાવવામાં જણાવી હનીટ્રેપ કરી યુવકને બદનામ કરવાનો ડર બતાવી રૂપિયા માંગ કરવામાં આવી હતી. હનીટ્રેપનો ભોગ બનેલા યુવક પાસેથી 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
પોલીસે ફેસબૂક આઇડી પરથી વાત કરનાર મહિલા સહિત કુલ પાંચ જેટલા લોકોની સંડોવણી હતી તે તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા, સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી તેમની પાસેથી 5.70 લાખ રોકડા સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરાછામાં સામે આવેલી હનીટ્રેપની ઘટનામાં યુવકને ફેસબૂકના માધ્યમથી હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. યુવક ફેસબૂક દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અને તેની સાથે ચેટિંગ અને વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. જોકે ખરેખર ફેસબૂક મારફતે યુવક જે મહિલા આઈડી સાથે વાત કરી રહ્યો હતો તે ખરેખર મહિલા નહીં પરંતુ યુવક જ હતો. વીડિયો કોલ પર યુવકને ગેંગની એક મહિલા દ્વારા તેના ઘરે મળવા બોલાવ્યો હતો. વરાછા વિસ્તારના હરિધામ સોસાયટીના મકાન નંબર 144માં યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક મહિલાને ઘરે મળવા પહોંચ્યો ત્યારબાદ થોડીવારમાં ગેંગના અન્ય સભ્યો ઘરે આવી પહોંચ્યા હતા. અને તેને માર માર્યો હતો અને મારી પત્ની સાથે દુષ્કર્મ કર્યું છે તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
હનીટ્રેપમાં ફસાયેલા યુવકે ગેંગને 16.5 લાખ રૂપિયા તો ચૂકવી આપ્યા હતા. પરંતુ આ 16.5 લાખ રૂપિયા તેણે ભેગા કરતા નાકે દમ આવી ગયું હતું. યુવકે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી માંગીને તેની બચત તોડીને અને ઘરમાં રહેલા ઘરેણાંઓ વેચીને આ ગેંગને રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં આ ગેંગ તેનો પીછો છોડતી ન હતી. નકલી પોલીસ બાદ નકલી પત્રકાર બનીને વધુ એક યુવકે તેની પાસે રૂપિયાની માંગ્યા બાદ તેને જાણ થઈ હતી કે આ આખી એક ફ્રોડ ગેંગ છે. જેને લઇ તેણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.